Not Set/ HRDનું VCને ફરમાન : JNUમાં જલ્દીથી સામાન્ય સ્થિતિ પુન:સ્થાપિત કરો

માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એચઆરડી)નાં અધિકારીઓ બુધવારે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)નાં વાઇસ ચાન્સેલરને મળ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે વધુ સંપર્ક સાધવા અને વહેલી તકે જેએનયુ કેમ્પસમાં સામાન્યતાને પુન:સ્થાપિત કરવા સૂચન કર્યું હતું. અધિકારીઓએ કહ્યું કે મંત્રાલયે વહેલી તકે જેએનયુ કેમ્પસમાં સામાન્યતાને ફરીથી સ્થાપિત કરવા કહ્યું છે.  માનવ સંસાધન વિકાસ મંત્રાલયે વાઇસ ચાન્સેલરને કહ્યું છે કે, […]

Top Stories India

માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એચઆરડી)નાં અધિકારીઓ બુધવારે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)નાં વાઇસ ચાન્સેલરને મળ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે વધુ સંપર્ક સાધવા અને વહેલી તકે જેએનયુ કેમ્પસમાં સામાન્યતાને પુન:સ્થાપિત કરવા સૂચન કર્યું હતું. અધિકારીઓએ કહ્યું કે મંત્રાલયે વહેલી તકે જેએનયુ કેમ્પસમાં સામાન્યતાને ફરીથી સ્થાપિત કરવા કહ્યું છે. 

માનવ સંસાધન વિકાસ મંત્રાલયે વાઇસ ચાન્સેલરને કહ્યું છે કે, જેએનયુ એક અગ્રણી યુનિવર્સિટી છે અને આ જ રીતે જાળવાવું જોઈએ. મંત્રાલયે યુનિવર્સિટીના વહીવટીતંત્રને, ફેકલ્ટીને વિશ્વાસમાં લઇને વિદ્યાર્થીઓ સાથે વધુ સંવાદ બનાવવા જણાવ્યું હતું. અગાઉ, માનવ સંસાધન વિકાસ મંત્રાલયના અધિકારીઓએ બુધવારે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) ના કુલપતિ સાથે મુલાકાત કરી હતી અને યુનિવર્સિટી કેમ્પસમાં પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે લેવામાં આવતા પગલાઓની સમીક્ષા કરી હતી.

જેએનયુના કુલપતિ એમ જગદેશ કુમાર અને રેક્ટર પ્રોફેસર સતિષચંદ્ર ગાર્કોટી બુધવારે સવારે માનવ સંસાધન વિકાસ મંત્રાલયના અધિકારીઓને મળ્યા હતા અને કેમ્પસની સ્થિતિ વિશે માહિતી આપી હતી. જેએનયુના કુલપતિ એમ જગદેશ કુમારે પોતાના ટ્વિટમાં કહ્યું, ‘આજે સવારે હું અમિત ખારે (સેક્રેટરી એચઆરડી) અને જીસી હોસુર (જોઇન્ટ સેક્રેટરી ઉચ્ચ શિક્ષણ) ને મળ્યો અને તેઓને જેએનયુમાં સામાન્યતાને પુન:સ્થાપિત કરવા માટે લેવામાં આવી રહેલા પગલા વિશે માહિતગાર કર્યા હતા.

કુમારે કહ્યું કે વિન્ટર સેમેસ્ટરમાં નામ નોંધાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને સુવિધા પુરી પાડવા અને શૈક્ષણિક કાર્ય માટે યોગ્ય વાતાવરણ ઉભું કરવા તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. મંત્રાલયની રજૂઆત મુજબ, તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં વાતચીત અને માહિતી પ્રણાલીની મરામત કરવામાં આવી છે અને હવે તે કાર્યરત છે. શિયાળુ સત્ર માટે વિદ્યાર્થીઓની નોંધણી કરવા માટે કોઈપણ દંડ વિના તારીખ 20 જાન્યુઆરી 2020 સુધીનો સમય લંબાવી દેવામાં આવ્યો છે. 

તેમાં જણાવાયું છે કે નોંધણી પ્રક્રિયાના ભાગ રૂપે 33૦૦ વિદ્યાર્થીઓએ ઓનલાઇન નોંધણી માટેની ફી સબમિટ કરી છે. યુનિવર્સિટી વહીવટીતંત્રે તમામ પક્ષોને અપીલ કરી છે કે તેઓ કેમ્પસમાં શાંતિ જાળવી રાખે અને કોઈપણ ઉશ્કેરણીમાં ન આવે. નોંધપાત્ર વાત એ છે કે, રવિવારે કેટલાક નકાબપોશ શખ્સોએ જેએનયુ કેમ્પસમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર કેમ્પસમાં પ્રવેશ કર્યા બાદ હુમલો કર્યો હતો. બાદમાં વહીવટી તંત્રને પોલીસ બોલાવવી પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.