Not Set/ ટ્રમ્પને ઈરાન સાથે યુદ્ધમાં ઝોંકતું અટકાવવા US સંસદમાં આજે થશે વોટિંગ

યુએસ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોચી ગયો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સૂચનાથી ઈરાની લશ્કરી જનરલ કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યા બાદ બંને દેશો વચ્ચેનો તણાવમાં ખૂબ વધારો થઇ ગયો છે. ત્યારબાદ તેહરાને પણ ઇરાકમાં યુએસ સૈન્ય મથકો સામે પ્રતિક્રિયા આપી હતી. આ રીતે, બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિઓ સર્જાઇ રહી છે. પરંતુ રાષ્ટ્રપતિ […]

Top Stories World

યુએસ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોચી ગયો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સૂચનાથી ઈરાની લશ્કરી જનરલ કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યા બાદ બંને દેશો વચ્ચેનો તણાવમાં ખૂબ વધારો થઇ ગયો છે. ત્યારબાદ તેહરાને પણ ઇરાકમાં યુએસ સૈન્ય મથકો સામે પ્રતિક્રિયા આપી હતી. આ રીતે, બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિઓ સર્જાઇ રહી છે. પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને યુએસ અને ઈરાન વચ્ચે યુદ્ધ ન કરવા અટકાવવા માટે આજે યુ.એસ. સંસદમાં મતદાન યોજાશે. જેના પર સમગ્ર દુનિયાની નજર રહેશે.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, યુ.એસ.નાં પ્રતિનિધિ સભાનાં અધ્યક્ષ નેન્સી પેલોસીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન સાથે યુદ્ધ લડતા અટકાવવા માટે યુએસ સંસદ આજે મતદાન કરશે. યુ.એસ. સંસદમાં ઇરાન સાથે યુદ્ધનાં મુદ્દે મતદાન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે તણાવ વધુ ઉગ્ર બન્યો છે.

એવું માનવામાં આવે છે કે ઈરાનના અમેરિકી સૈન્ય મથકો પર હુમલો કર્યા પછી યુએસ સંસદમાં મતદાન થશે. કારણ કે બુધવારે ઇરાને કાસિમ સુલેમાનીની મોતનો બદલો લેવા ઇરાકનાં યુએસ સૈન્ય મથકો પર ડઝનો મિસાઇલો ચલાવી હતી. ઇરાને દાવો કર્યો છે કે તેના મિસાઇલ હુમલામાં 80 જેટલા યુએસ સૈનિકો માર્યા ગયા છે, પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ દાવાને ફગાવી દીધો છે કે, તેમને આ હુમલામાં કોઈ નુકસાન થયું નથી.

નોંધપાત્ર વાત એ છે કે યુ.એસ. સંસદમાં મતદાન પણ મહત્વનું છે કારણ કે ગુરુવારે ઇરાકમાં બે રોકેટ ચલાવવામાં આવ્યા હતા. ઇરાકની રાજધાની બગદાદનાં ગ્રીન ઝોનમાં બે રોકેટ ફાયર થયા છે. જો કે, આ કાર્યવાહી કોના દ્વારા થઈ છે તે હજી સ્પષ્ટ નથી. ઇરાકી આર્મીનાં જણાવ્યા અનુસાર ગ્રીન ઝોનને નિશાન બનાવીને બે મિસાઇલો ચલાવવામાં આવી હતી, પરંતુ કોઈ જાનહાની થઈ નથી.

જણાવી દઇએ કે ઈરાન અને અમેરિકા વચ્ચેનાં સંઘર્ષને કારણે મધ્ય પૂર્વનાં ક્ષેત્રમાં (ગલ્ફ દેશો) યુદ્ધનું જોખમ વધી રહ્યું છે. જેનાથી અખાત દેશમાં પરિસ્થિતિ વધુ વણસી રહી છે. દરમિયાન, વિશ્વનાં ઘણા દેશો તરફેણમાં અને વિરોધમાં વહેંચાયેલા જોવા મળી રહ્યા છે. જો ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય તો આખી દુનિયાને તેના ખરાબ પરિણામો ભોગવવા પડી શકે છે.