Not Set/ દિગ્વિજય સિંહ બોલ્યા…કેટલાક કોંગ્રેસીઓમાં ઘૂસી ગઇ છે RSS ની આત્મા, જાણો કોના પર છે ઈસારો

મધ્ય પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું છે કે, સંઘની વિચારધારા કેટલાક કોંગ્રેસીઓની આત્મામાં પ્રવેશી ગઇ છે. માનવામાં આવે છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયા પર નિશાન સાધતા દિગ્વિજયસિંહે આ નિવેદન આપ્યું છે. બુધવારે તાલીમાર્થીઓને સંબોધન કરતા મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં કોંગ્રેસનાં સેવાદળનાં તાલીમ શિબિરમાં ભાગ લેવા આવેલા સિંહે કહ્યું કે, ‘સર્વધર્મ સમભાવ’ નાં […]

Top Stories India

મધ્ય પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું છે કે, સંઘની વિચારધારા કેટલાક કોંગ્રેસીઓની આત્મામાં પ્રવેશી ગઇ છે. માનવામાં આવે છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયા પર નિશાન સાધતા દિગ્વિજયસિંહે આ નિવેદન આપ્યું છે. બુધવારે તાલીમાર્થીઓને સંબોધન કરતા મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં કોંગ્રેસનાં સેવાદળનાં તાલીમ શિબિરમાં ભાગ લેવા આવેલા સિંહે કહ્યું કે, ‘સર્વધર્મ સમભાવ’ નાં વિચાર સાથે કોંગ્રેસ ચાલે છે, આપણે તેને લઇને આગળ વધવું પડશે, કોંગ્રેસની અંદર આવા લોકોને શોધવાના છે કે જેની આત્મામાં સંઘની વિચારધારા પ્રવેશી ચુકી છે.

દિગ્વિજયનાં નિવેદનને ગત દિવસોમાં કેટલાક કોંગ્રેસ નેતાઓ દ્વારા આર્ટિકલ 370 અને કેન્દ્ર સરકારનાં અન્ય નિર્ણયોનાં સમર્થન કરનારાઓ સાથે જોડીને જોવામાં આવી રહ્યુ છે. જેમા મુખ્ય જ્યોતિરાદિત્ય સિંધિયા છે, જેમણે કલમ 370 નાબૂદ કરવા સમર્થન આપ્યું હતું. વળી, દિગ્વિજયસિંહે સેવા દળની તાલીમ શિબિર પરિષદમાં ભાગ લઈ લાંબો સમય પસાર કર્યો. દિગ્વિજયે લાઇનમાં ઉભા રહીને જમવાનું ખાધુ અને આરએસએસને મન ભરીને ખરુ ખોટું સંભળાવ્યું. દિગ્વિજય સિંહે કહ્યું કે, આજે બધી લડાઇઓ વૈચારિક છે. ભારતનાં સંસ્કારો ઉમેરવાની છે, હવે દેશને તોડવા માટે કાવતરું રચવામાં આવી રહ્યું છે. દિગ્વિજય સિંહે આરોપ લગાવ્યો કે “આઝાદીથી આરએસએસ બંધારણનો વિરોધ કરે છે.” નરેન્દ્ર મોદી દેશને ડંડાથી ચલાવવા માંગે છે, જે હવે શક્ય નથી.

વિશ્વનાં તમામ દેશોમાં લઘુમતીઓનાં રક્ષણનો નિયમ છે. તેમણે કહ્યું કે “સાવરકરની પુસ્તિકાની ચર્ચાને કારણે વિશ્વમાં સેવા દળની ચર્ચા શરૂ થઈ છે, આ પુસ્તક ઘણા વર્ષો જૂનું છે, શું તેઓ સૂઈ ગયા હતા. સાવરકર કાળા પાણીમાં ગયા ત્યારે અમે તેમનું સન્માન કરીએ છીએ, પરંતુ જ્યારે તેઓ માફી માંગીને બહાર આવ્યા ત્યારે અમે તેમના વિરોધી બન્યા. “કોંગ્રેસ નેતાએ કહ્યું કે” આરએસએસને હિન્દુઓનું સંગઠન ન ગણી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.