Not Set/ JNU માં ભડકેલી હિંસા પાછળ ગૃહ મંત્રાલય જવાબદાર નથી : પ્રકાશ જાવડેકર

જેએનયુમાં 5 જાન્યુઆરીએ થયેલી હિંસા બાદ હજુ સુધી કોઈની પણ ધરપકડ કરવામાં આવી નથી. કોંગ્રેસ પાર્ટીએ કોઇની પણ ધરપકડ નહીં થઇ હોવા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. આ સાથે, ગૃહ મંત્રાલય અને એચઆરડી મંત્રાલયને હિંસા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. હવે ભાજપે કોંગ્રેસનાં આક્ષેપો પર જવાબ આપ્યો છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે, કોંગ્રેસે […]

Top Stories India

જેએનયુમાં 5 જાન્યુઆરીએ થયેલી હિંસા બાદ હજુ સુધી કોઈની પણ ધરપકડ કરવામાં આવી નથી. કોંગ્રેસ પાર્ટીએ કોઇની પણ ધરપકડ નહીં થઇ હોવા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. આ સાથે, ગૃહ મંત્રાલય અને એચઆરડી મંત્રાલયને હિંસા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. હવે ભાજપે કોંગ્રેસનાં આક્ષેપો પર જવાબ આપ્યો છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે, કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે માનવ સંસાધન વિકાસ પ્રધાન અને કેન્દ્ર સરકારે જેએનયુમાં હિંસા ભડકાવી છે જે ખોટું છે.

કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે, કોંગ્રેસ કહે છે કે જેએનયુમાં થયેલી હિંસા માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલય જવાબદાર છે. આ અસત્ય છે. જેએનયુ કેમ્પસમાં હિંસા થઈ તેના એક દિવસ પહેલા શું બન્યું હતું. કેટલાક માસ્ક પહેરેલા લોકોએ સર્વર રૂમમાં પ્રવેશ કર્યો અને તોડફોડ કરી હતી. જેના કારણે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા વિક્ષેપિત થઈ હતી. વિરોધ પક્ષોને તે પણ કહેવાની જરૂર છે. પણ ઉલ્ટા ચોર કોતવાલ કો ડાટે જેવું છે. આ અગાઉ કોંગ્રેસનાં નેતા જયરામ રમેશે જેએનયુ હિંસામાં સામેલ માસ્ક પહેરીને આવેલા આરોપીઓની ધરપકડ ન કરવા અંગે સવાલ ઉઠાવ્યા હતા.

પ્રકાશ જાવડેકરે સાંસદ કમલનાથનાં નિવેદનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, પીએમ મોદી તેમની મહેનતનાં જોરે તે પદ પર પહોંચ્યા છે. તેમની પાસે વારસો નહોતો. ભાજપ ક્યારેય ભેદભાવ કે ભાગલાનું રાજકારણ નથી કરતું, મહેનત કરનવારને તેમનો હક જરૂર મળે છે. કોંગ્રેસ વિશિષ્ટ રીતે વિચારે છે, તેની સંસ્કૃતિ વિશે કોઈને કહેવાની જરૂર નથી, તે જગજાહેર છે. વળી, નિર્મલા સીતારામનની જે રીતે વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી હતી તેનાથી ખ્યાલ આવે છે કે મહિલાઓ પ્રત્યે તેમનો વિચાર શું છે.

તેમણે કહ્યું કે આવા શબ્દો કોંગ્રેસ પાર્ટીનાં નેતાઓનાં મુખથી બહાર આવે છે જેનું નેતૃત્વ એક મહિલા કરી રહ્યા છે. ભાજપ આની નિંદા કરે છે અને કોંગ્રેસે આ અંગે માફી માંગવી જોઈએ. સવાલ એ છે કે શું સોનિયા ગાંધી આવા નિવેદનોને મંજૂરી આપે છે. તેઓને જવાબ આપવો પડશે કારણ કે તે પોતે મહિલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.