Not Set/ પ્રખ્યાત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને જેએનયુ હિંસા પર મોદી સરકારની ઝાટકણી કાઢી

નોબેલ વિજેતા અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને જેએનયુ હિંસા અને નવા નાગરિકત્વ કાયદા અંગે પોતાનું મૌન તોડ્યું છે. તેમણે બંને બાબતો માટે સરકાર પર સીધો નિશાનો સાધ્યો છે. તેમણે કહ્યું છે કે, આજની સરકાર યુનિવર્સિટીઓને તેના વિરોધી માનવા માંડી છે. એટલું જ નહીં, તેમણે નાગરિકતા સુધારા કાયદાને ગેરબંધારણીય પણ ગણાવ્યા છે અને તેને રદ કરવાની […]

Top Stories India

નોબેલ વિજેતા અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને જેએનયુ હિંસા અને નવા નાગરિકત્વ કાયદા અંગે પોતાનું મૌન તોડ્યું છે. તેમણે બંને બાબતો માટે સરકાર પર સીધો નિશાનો સાધ્યો છે. તેમણે કહ્યું છે કે, આજની સરકાર યુનિવર્સિટીઓને તેના વિરોધી માનવા માંડી છે. એટલું જ નહીં, તેમણે નાગરિકતા સુધારા કાયદાને ગેરબંધારણીય પણ ગણાવ્યા છે અને તેને રદ કરવાની માંગ પણ કરી છે. અમર્ત્ય સેનને 1998 માં અર્થશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો અને તે દેશનાં દરેક વિવાદાસ્પદ મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપતા રહ્યા છે અને જ્યારે પણ તક મળે ત્યારે સરકારની આકરી ટીકા કરે છે.

અમર્ત્ય સેને જેએનયુ હિંસાની ટીકાનાં બહાને કેન્દ્ર સરકારને સીધો નિશાનો બનાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું છે કે, સરકાર હવે યુનિવર્સિટીઓને તેમના વિરોધી માનવા માંડી છે. તેમના મતે, ‘યુનિવર્સિટીઓનાં વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. 1951 થી 1953 દરમિયાન હું પ્રેસિડેન્સી કોલેજ (હાલના પ્રેસિડેન્સી યુનિવર્સિટી) નો વિદ્યાર્થી હતો, વિદ્યાર્થીઓ સરકાર વિરોધી પ્રશ્નો ઉભા કરતા હતા. પરંતુ, તે દિવસોની જેમ હવે યુનિવર્સિટીઓ સરકારની પ્રતિસ્પર્ધી માનવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે જેએનયુ વિદ્યાર્થી સંઘે આરોપ લગાવ્યો છે કે જેએનયુ કેમ્પસમાં ભાજપનાં વિદ્યાર્થી એકમ એબીવીપીનાં વિદ્યાર્થીઓ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

જેએનયુ હિંસા અંગે તેમણે આક્ષેપ કર્યો હતો કે, ન તો બહારનાં લોકો તરફથી વિદ્યાર્થીઓ વિરુદ્ધ રચવામાં આવેલ હિંસાને યુનિવર્સિટી તેત્ર રોકી શક્યું અને ન તો પોલીસ તુંરત ઘટનાસ્થળે સમયસર પહોચી સકી. તેમણે કહ્યું, ‘કેટલાક બહારનાં લોકોએ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓને હેરાન કર્યા અને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કર્યો. યુનિવર્સિટી પ્રશાસન તેને રોકવામાં નિષ્ફળ ગયું. પોલીસ પણ સમયસર પહોંચી ન હોતી.’ નોંધપાત્ર વાત એ છે કે, ગત રવિવારે સાંજે જેએનયુ કેમ્પસની અંદર કેટલાક માસ્ક પહેરીને આવેલા ગુંડાઓએ લાકડીઓ અને સળિયાથી છોકરીઓ સહિત વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયનનાં પ્રમુખ આઈશી ઘોષ સહિત ઘણા લોકો ઘાયલ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.