Not Set/ અમદાવાદ/ જગન્નાથ મંદિરનાં ટ્રસ્ટીઓની સેવાનાં નામે ઐયાશી, ભક્તોનાં પૈસે ઠાઠની ફરિયાદ

અમદાવાદ જગન્નાથજી મંદિર ટ્રસ્ટી જમીન કૌભાંડનો વિવાદ હવે વકરી રહ્યો છે. પિરાણા ખાતે ટ્રસ્ટીઓનું ઐયાશી માટેનું સ્થળ ઉભું કરાયું હોવાનું સામે આવ્યુ છે. જ્યાં સ્વિમિંગ પૂલ, ફાર્મ હાઉસ અને એસી રૂમોની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ સુવિધા કોના આદેશથી ઉભી કરાઇ તે એક મોટો સવાલ છે. શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટની જમીન શહેરનાં અસલાલી એસપી […]

Ahmedabad Gujarat

અમદાવાદ જગન્નાથજી મંદિર ટ્રસ્ટી જમીન કૌભાંડનો વિવાદ હવે વકરી રહ્યો છે. પિરાણા ખાતે ટ્રસ્ટીઓનું ઐયાશી માટેનું સ્થળ ઉભું કરાયું હોવાનું સામે આવ્યુ છે. જ્યાં સ્વિમિંગ પૂલ, ફાર્મ હાઉસ અને એસી રૂમોની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ સુવિધા કોના આદેશથી ઉભી કરાઇ તે એક મોટો સવાલ છે.

શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટની જમીન શહેરનાં અસલાલી એસપી રિંગ રોડથી ગણતરીની મિનિટોનાં અંતરે પિરાણા પાલડી-કાંકજ ગામની સીમમાં આવેલી છે. જ્યા એક ફાર્મ ઉભુ કરાયુ છે જેને જગન્નાથ મંદિર ફાર્મ નામ આપવામાં આવેલ છે. જ્યા જગન્નાથનાં નામે ભક્તોનાં પૈસાથી મંદિર ટ્રસ્ટનાં કેટલાક ટ્રસ્ટીઓ ઠાઠ ભોગવી રહ્યા હોય તેવી ફરિયાદો સામે આવી છે. આ ફરિયાદો ભક્તો ખુદ આપી રહ્યા છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર અહી બે મોટા સ્વિમિંગ પૂલ બનાવવામાં આવ્યા છે. ત્યારે મહત્વનો સવાલ તે ઉભો થાય છે કે અહી ભગવાનનાં નામે સ્વિમિંગ પૂલ કોના લાભાર્થે બનાવવામાં આવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.