પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસનાં કાર્યકરો વચ્ચે તણાવની સ્થિતિ યથાવત છે. ફરી એકવાર બંને પક્ષનાં કાર્યકરો વચ્ચે આક્ષેપો શરૂ થઇ ગયા છે. દરમિયાન પશ્ચિમ બંગાળનાં આસનસોલમાં ભાજપ કાર્યાલયમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આસનસોલનાં સાલનપુર ગામમાં ગઈકાલે રાત્રે અજાણ્યા લોકોએ ભાજપ કાર્યાલયને આગ ચાંપી દીધી હતી.
આગની લપેટમાં આખી ઓફિસ બળીને ખાખ થઈ ગઈ હતી. ભાજપે આ ઘટના માટે તૃણમૂલ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે. ભાજપનું કહેવું છે કે તૃણમૂલ કોંગ્રેસનાં કાર્યકરોએ ભાજપ કાર્યાલયને આગ ચાંપી દીધી છે. પોલીસ ભાજપનાં આ આરોપોની તપાસ કરી રહી છે.
Asansol: A BJP office in Salanpur village was set ablaze last night. BJP has alleged that TMC is behind the incident. Police has begun investigation. #WestBengal pic.twitter.com/wlYdr2qAle
— ANI (@ANI) January 13, 2020
ઉલ્લેખનીય છે કે, સરકાર અને પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી છેલ્લા ઘણા સમયથી આમને-સામને આવી ગયા છે. ભાજપનું મમતા વિરુદ્ધ નિવેદન અને મમતાનું ભાજપ વિરુદ્ધ નિવેદન જાણે સામાન્ય વાત બની ગયુ છે. ત્યારે ભાજપનાં કાર્યાલયમાં લાગેલી આગ પર રાજકારણ કેટલુ ગરમાય છે તે હવે જોવુ રહ્યુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
