મધ્યપ્રદેશનાં ભોપાલમાંથી ભાજપનાં સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરનાં ઘરે એક શંકાસ્પદ પત્ર પહોંચાડવામાં આવ્યો છે. પત્ર સાથે પાવડર જેવો પદાર્થ પણ મળી આવ્યો હતો. પત્ર રહસ્યમય લાગતા અને લેટર બોમ્બ કે લેટર સાથે કોઇ ખતરો જોડાયેલો હોવાની પ્રથમ દર્શી છાપને કારણે તુરંત મામલાની જાણ પોલીસને કરવામાં આવતા, પોલીસ સ્થળ પર પહોંચી ગઇ છે અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ) ની ટીમ પત્રની તપાસ કરી રહી છે. પોલીસ દ્રારા આ સંદર્ભમાં કેસ નોંધવામાં આવ્યો છે. જો કે, હાલ કોઇ વધુ વિગતો પ્રાપ્ત થઇ શકી નથી
ભોપાલમાંથી ભાજપનાં સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરના જણાવ્યા પ્રમાણે આ પત્ર ઉર્દૂમાં લખાયેલ છે, અને તેની સાથે કેટલાક અન્ય પત્રો પણ જોડાયેલા હતા. મને અગાઉ પણ આવા પત્રો મળ્યા છે અને પોલીસને તેના વિશે જાણ કરી આપવામાં આવી હતી, જો કે પોલીસે ક્યારેય કોઈ કાર્યવાહી કરી ન હતી. રાષ્ટ્રના દુશ્મનો દ્વારા આ એક મોટું ષડયંત્ર હોવાનું પણ. ભોપાલમાંથી ભાજપનાં સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરના જણાવ્યા હતું.
Pragya Singh Thakur, Bhopal MP: The letter is written in Urdu and some other letters were also attached with it. I have received such letters earlier too and informed the Police about it, they never took any action. This is a big conspiracy by enemies of the nation. pic.twitter.com/QY56PkDMLG
— ANI (@ANI) January 13, 2020
આપને જણાવી દઇએ કે આમતો કહી શકાય કે ભોપાલમાંથી ભાજપનાં સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર અને વિવાદોને ખુબ ધનિષ્ઠ સબંધો રહ્યા છે. ઠાકુર પોતાનાં વિવાદીત નિવેદનો અને બે બાંક પણે બોલીને બખેડા ઉભા કરવામાં અજબની મહારત ઘરેવે છે. ઠાકુરનાં અનેક નિવેદનોથી પૂર્વે પણ સંસદથી માંડીને સંસદીયક્ષેત્રમાં બખેડા ઉભા થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
