Not Set/ ઉતરાયણ/ HM, CM સહિત સમગ્ર ગુજરાતે માણ્યો પતંગનો માંજો, આકાશ રંગબેરંગી પતંગથી છલકાયું

જીવનમાં તહેવારોનું આગવું મહત્વ છે, દુઃખમાંથી શાંતિ મેળવવા તથા દુઃખને ભૂલી ઉજવણી કરવા માટે તહેવારોનો સિંહફાળો છે . આવો જ એક તહેવાર એટલે ઉત્તરાયણ , બાળકોથી લઇને મોટેરાઓ તમામ લોકો ઉત્સાહપૂર્વક ઉજવણી કરતાં હોય છે . જો કે ઉત્તરાયણના તહેવારમાં પતંગ ચગાવતી વખતે કેટલીક કાળજી રાખવી ફરજિયાત છે , નહીં તો મજા , સજામાં પલટાઇ […]

Gujarat Others

જીવનમાં તહેવારોનું આગવું મહત્વ છે, દુઃખમાંથી શાંતિ મેળવવા તથા દુઃખને ભૂલી ઉજવણી કરવા માટે તહેવારોનો સિંહફાળો છે . આવો જ એક તહેવાર એટલે ઉત્તરાયણ , બાળકોથી લઇને મોટેરાઓ તમામ લોકો ઉત્સાહપૂર્વક ઉજવણી કરતાં હોય છે . જો કે ઉત્તરાયણના તહેવારમાં પતંગ ચગાવતી વખતે કેટલીક કાળજી રાખવી ફરજિયાત છે , નહીં તો મજા , સજામાં પલટાઇ શકે છે .

આજે ઉત્તરાયણ પર્વને લઈને સમગ્ર રાજ્યના લોકોમાં અનેરો ઉત્સાહ છે. ગુજરાતભરનાં તમામ શહેરોનાં આકાશ રંગબેરંગી અને અવનવા પતંગોથી રંગીન બન્યા છે. લોકોનું આજનું ઠેકાણું એટલે મકાન-ઘરની અગાશી કે ધાબુ, ઉંધીયાની લિજ્જત, ચીકીનાં ચસકા અને બોર-શેરડીનાં રસમાં રંગાયેલા ગુજરાતનાં તમામ શહેરોએ પોત પોતાની અનોખી રીતે પતંગ ઉત્સવને માણ્યો છે અને માણી રહ્યા છે.

અમદાવાદ/ CM વિજય રુપાણીએ ખોખરામાં ચગાવ્યો પતંગ

ઉત્તરાયણના પર્વને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં પતંગ ઉડાવ્યો હતો. સિટીઝનશીપ એમેડમેન્ટ કાયદો અને વડાપ્રધાન મોદીને સમર્થન આપતા સીએમ વિજય રૂપાણીએ પતંગ ઉડાવી હતી. મુખ્યમંત્રીના સાથે તેમના પત્ની અંજલિ રૂપાણી અને ભાજપના કાર્યકર્તાઓએ પણ સિટીઝનશીપ એમેડમેન્ટ કાયદાને સમર્થન આપતા ઉત્તરાયણની ઉજવણી કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે. “અમે પતંગ કાપવામાં નહીં, અમારી પતંગ ચઢાવવામાં માનીએ છીએ”

જામનગર માં પણ મકરસંક્રાતિ ની હર્ષોઉલ્લાસ સાથે લોકોએ ઉજવણી કરી હતી, શહેરની સત્યસાઈ સ્કૂલ સામેના ખુલ્લા મેદાન માં બાળકોએ પોતાના પરિવાર સાથે પતંગ ચગાવી આનંદ ની મજા માણી હતી , ઉપરાંત શહેર માં ધાબાઓ પરથી પણ શહેરીજનોએ મકરસંક્રાતિ ની ભવ્ય ઉજવણી કરી હતી , ડીજે ના તાલે મહિલાઓએ રાસ રમ્યા હતા તો બીજી બાજુ ઊંધિયું, ફાફડા, ચીકી, મમરા ના લાડુ જેવી જુદી જુદી વાનગી ઓ સાથે ઉતરાયણ નો પર્વ ઉજવ્યો હતો. આકાશ માં રંગે બે રંગી પતંગો જોવા મળી હતી જ્યારે CAA ના સપોર્ટ માં પણ લોકોએ પતંગ ચગાવી હતી, કાયપો છે, એ ગઈ. જેવી બુમો થી શહેરભર ગુંજી ઉઠ્યું હતું.

રાજકોટમાં પણ અનેક વિસ્તારોમાં કાપ્યો છે ના શોર બકોર વચ્ચે લોકો ધાબે નજર આવ્યા ત્યારે રંગીલા રાજકોટે ધાબા પર જ ભોજન અને સંગીતની પણ મજા માણી હતી

અમદાવાદ શહેરમાં રહેતા હોય અને ઉતરાયણની ઉજવણી વિશે તો કહેવાનું જ શું હોય. અમદાવાદી હોય અને સંક્રાતનાં દિવસે જો ધાબે ન જોવા મળે તો તે અમદાવાદી કહેવાય જ નહીં. અરે દેશનાં ગૃહમંત્રી પણ બાકીનાં તહેવારમાં ગમે ત્યાં હોય પણ ઉતરાયણ તો અમદાવાદમાં જ હો…..

ઉત્તરાયણની રંગેચંગે ઉજવણી કરવામાં આવી છે..તો આ તરફ સુરતમાં કેબિનેટ પ્રધાન ઇશ્વરભાઇ પરમારએ બારડોલીની અંધજન શાળામાં મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી. અને નેત્રવિહીન બાળકો સાથે ચગાવ્યા પતંગ. પતંગ જ નહિં પરંતુ તલના લાડુ સહીત ફીરકીની પણ ભેટ આપીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી

દાહોદમાં હેલ્પીન્ગ હેન્ડ ગ્રુપ દ્વારા ઉતરાયણ પર્વની અનોખી રીતે ઉજવણ કરી છે. જેમાં ગરીબ અને જરૂરીયાતમંદ લોકો માટે કપડા વિતરણના સ્ટોલ રાખ્ય હતા. આ સ્ટોલમાં જરૂરીયાત અને ગરીબવર્ગના લોકોને કપડા આપવા આવ્યા હતા. ઉતરાયણ ના દિવસ દરમ્યાન મોટી સંખ્યામાં જરુરિયાતમંદો આ સ્ટોલ પરથી કપડા લેવાં માટે ઉમટી પડ્યા હતા, આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વ્રજેશ શાહ, અર્જુન ભરવાડ, જીતેશ રાઠોડ, બહાદુર દંતાણી, અંકુર ગુર્જર, દુર્ગેશ ત્રિપાઠી સહિતના હેલ્પીન્ગ હેન્ડ ગ્રુપ દ્રારા કરવામાં આવ્યું હતું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.