રાજ્યભરમાં કાતિલ ઠંડીનું ફરી વળ્યું છે. અચાનક ઠંડીનું જોર વધતા રોડ અને રસ્તા સુમસાન બની ગયા હતા. અમદાવાદમાં રાત્રી દરમિયાન લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. ઉતરાણની સાંજથી જ અમદાવાદમાં ઠંડો પવન શરૂ થઇ ગયો હતો.
આપને જણાવી દઇએ કે, 5.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા ઠંડુગાર સાબિત થયું છે તો અન્ય શહેરોનાં લઘુત્તમ તાપમાનની જો વાત કરીએ તો અમદાવાદમાં 9.6 ડિગ્રી, રાજકોટમાં 8, વડોદરામાં 11.2, સુરતમાં 12.7, ગાંધીનગરમાં 10, કેશોદ-જૂનાગઢમાં 8.4, કંડલામાં લઘુત્તમ તાપમાન 9.9 ડિગ્રી નોંધાયું છે. તો રાજ્યમાં પાંચ દિવસ સુધી કોલ્ડવેવની અસર રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ગાત્રો થીજવતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા છે. ત્યારે આગામી સમયમાં ઠંડીનું પ્રમાણ વધતા લોકોની મુશ્કેલીઓ વધી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
