Not Set/ રાજકોટ : શહેરનાં ખાડે ગયેલા તંત્રને લઈને વિરોધ પક્ષ હરકતમાં

વરસાદ પછી ગુજરાતમાં રોગચાળો અને ખાડાની સમસ્યા વિકટ બની છે. મોટાભાગના દરેક જિલ્લા અત્યારે ખાડા અને રોગચાળાને લઈને પરેશાન છે. શહેરમાં ઠેર ઠેર ખાડા જ નજરે પડી રહ્યા છે જેને લઈને અકસ્માતની ઘટનાઓમાં પણ વધારો થયો છે.  તો બીજી બાજુ ખુદ શહેરના મેયર પણ શહેરમાં રોગચાળાએ મચાવેલા  હાહાકારની ચપેટમાં આવી ગયા છે. મહિલા કોંગ્રેસ દ્વારા […]

Gujarat Rajkot

વરસાદ પછી ગુજરાતમાં રોગચાળો અને ખાડાની સમસ્યા વિકટ બની છે. મોટાભાગના દરેક જિલ્લા અત્યારે ખાડા અને રોગચાળાને લઈને પરેશાન છે. શહેરમાં ઠેર ઠેર ખાડા જ નજરે પડી રહ્યા છે જેને લઈને અકસ્માતની ઘટનાઓમાં પણ વધારો થયો છે.  તો બીજી બાજુ ખુદ શહેરના મેયર પણ શહેરમાં રોગચાળાએ મચાવેલા  હાહાકારની ચપેટમાં આવી ગયા છે.

મહિલા કોંગ્રેસ દ્વારા રોડ અને રસ્તા પર પડેલા ખાડના વિરોધ કરવામાં આવ્યો હતો. આને આ અંગે રાજકોટ ત્રિકોણબાગ થી કોર્પોરેશન ચોક સુધી રેલી કાઢશે અને મ્યુ. કમિશનરને એક આવેદન પાઠવશે.

કોંગ્રેસનાં મહિલા પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની હાજરીમાં આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં રોડ-રસ્તામાં ખાડા, આરોગ્ય સમસ્યા, પાણી વિતરણની અવ્યવસ્થા, સફાઈની સમસ્યા માટે મહિલા કોંગ્રેસ મેદાનમાં ઉતર્યું છે. અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચાર કર્યા છે. રવિદ્ર જાડેજા ના બહેન નૈનાબા જાડેજા આ વિરોધમાં થયા સામેલ હતા.

તો બીજી બજૂ કોર્પોરેશનના મેર તેમની નાદુર્સ્ટ તબિયતને કારણે મનપા કચેરી એ પહોચી શક્ય નથી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં વાકરેલા રોગચાળાને કારણે ડેન્ગ્યુની બિમારીએ 3 લોકોનો ભોગ લીધો છે. જેમાં વિદ્યાર્થી,કારખાનેદાર સહિત 3 દર્દીના મૃત્યુ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.