ધાનેરા માં કોંગ્રેસ પક્ષ ના સંવાદ કાર્યક્રમમાં કોંગ્રેસના દિગ્ગજ અર્જુન મોઢવાડીયા એ હાજરી આપી હતી. અને શાસક પક્ષ ભાજપ સરકાર પર અનેક મુદ્દે આક્ષેપ કાર્ય હતા. તેમણે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, 2019 ની ચુંટણીતો જૂઠથી જીતાઈ ગઈ પણ હવે જનતા જાગૃત બનતા આકરા પાણી થવાની વાત પર ભાર મુક્યો હતો.
ધાનેરા ખાતે કોંગ્રેસ ના સંવાદ કાર્યક્રમ માં કોંગ્રેસ ના પૂવ વિરોધ પક્ષ ના નેતા અર્જુન મોઠવાડિયા એ હાજરી આપી ને કાર્યકર્તા ને સંબોધન કર્યું હતું તેમને કહ્યું હતું કે 23 વર્ષ માં ભાજપ સરકારે ખેડૂતો અને વેપારીઓ ને રસ્તા પર લાવી દીધા છે. હાલ ભાજપ ના નાના મોટા અનેક નેતાઓ સ્ટોન કટર બની ને ખુલ્લી રીતે લૂંટ મચાવી રહ્યા છે .
એન આર સી મુદ્દે પણ અનેક બાબતો ને લઈ ને આક્ષેપ કર્યા છે બીજી બાજુ ધાનેરા ના ધારાસભ્યએ લોકો ને રસ્તા રોડ અને પાણી બાબતે સરકાર સામે રસ્તા પર આવીને આંદોલન કરવાની હાકલ કરી હતી. જ્યારે નગરપાલિકા પૂર્વ પ્રમુખે કોંગ્રેસ ના નેતાઓને એકમંચ પર આવી ને લોકો ના સવાલો ને વાચા આપવાની વાત કરી હતી. આ કાર્યક્રમમાં ગોવાભાઈ, જે.કે પટેલ, દિનેશ ગઢવી સહિત કોંગ્રેસ ના અનેક આગેવાનો એ હાજરી નોંધાવી હતી.
તીડ ના સર્વે ની લાંચ મામલે જયારે મંતવ્ય ન્યૂઝ અર્જુન મોઢવાડીયા ને સવાલ કર્યો ત્યારે જણાવ્યું હતું કે અધિકારીઓ તો માત્ર નિમિત્ત બને છે આ સમગ્ર મામલે સરકાર જ જવાબદાર છે ભાજપ ના નાના મોટા અનેક નેતાઓ કોટાકટર બની ગયા છે ભાજપ પ્રેરિત આ સમગ્ર લાંચ બાબુઓ છે જેથી અધિકારીઓ કરતા સરકાર વધુ જવાબદાર છે અહીં ઉલ્લેખનીય છે કે થરાદ ના મિયાલ ગામ ના ખેડૂતો પાસે સર્વે કરનાર અધિકારીએ 2 હાજર ની લાંચ માગ્યા ની રજુઆત થરાદ મામલતદાર ને કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
