Not Set/ કાશ્મીર/ વધુ 5 આતંકી ઝડપાયા, પ્રજાસત્તાક દિવસે મોટા હુમલાની ફીરાકમાં હતા

સેના અને કાશ્મીર પોલીસ માટે ગુરુવારનો દિવસ સફળ રહ્યો. શ્રીનગર પોલીસે વધુ 5 જૈશ-એ-મોહમ્મદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આતંકીઓ 26 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનું કાવતરું ઘડી રહ્યા હતા. પોલીસે શ્રીનગરના હજરતબલ વિસ્તારમાંથી આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસે ઘટનાસ્થળેથી આતંકીઓ પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક અને અન્ય વસ્તુઓ મળી આવી છે. ધરપકડ […]

Top Stories India

સેના અને કાશ્મીર પોલીસ માટે ગુરુવારનો દિવસ સફળ રહ્યો. શ્રીનગર પોલીસે વધુ 5 જૈશ-એ-મોહમ્મદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આતંકીઓ 26 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનું કાવતરું ઘડી રહ્યા હતા. પોલીસે શ્રીનગરના હજરતબલ વિસ્તારમાંથી આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસે ઘટનાસ્થળેથી આતંકીઓ પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક અને અન્ય વસ્તુઓ મળી આવી છે. ધરપકડ કરાયેલા આતંકીઓ પર અગાઉ શ્રીનગરના વિવિધ વિસ્તારોમાં ગ્રેનેડ હુમલો કરવાનો પણ આરોપ છે.

કાશ્મીરનાં ડીઆઈજી, વી. કે. બર્ડી દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, ધરપકડ કરાયેલા જયેશ-એ-મોહમ્મદના 5 આતંકવાદીઓ પાસેથી  શ્રીનગર પોલીસને જે પ્રકારના વિસ્ફોટકો મળી આવ્યા છે તે જોતાં લાગે છે કે, તેઓ કોઈ મોટો હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. આતંકીઓની મુળ યોજના શું હતી તે શોધવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આતંકીઓની ઓળખ વિશે માહિતી આપતા ડીઆઈજી બર્ડી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 5 ધરપકડ કરાયેલા આતંકીમાં એજાઝ અહેમદ શેખ, ઉમર હામિદ શેખ, ઇમ્તિયાઝ અહેમદ, સાહિલ ફારૂક ગુજારી, નસીર અહેમદ મીરનો સમાવેશ થાય છે જે તમામ હઝરતબલના રહેવાસી છે. આતંકી જુથ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલ

આ ઘટના પહેલા, સુરક્ષા દળોએ તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના શોપિયન જિલ્લાના ઉરપોરા વિસ્તારમાં એક આતંકવાદી ઠેકાણાનો નાશ કર્યો હતો. સુરક્ષા બળોને આતંકવાદીઓના ઠેકાણા પરથી ગનપાવડર સાથે અનેક અત્યાધુનિક શસ્ત્રો મળી આવ્યા હતા. આ ઉપરાંત, પુલવામા જિલ્લાનાં ત્રાલ વિસ્તારમાં સવારથી શરૂ થયેલી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેનાં ફાયરીંગમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હોવાના સમાચાર મળ્યા છે.

સમાચાર મુજબ સુરક્ષા દળોને ત્રાલમાં આતંકવાદીઓ છુપાયા હોવાનાં સમાચાર મળ્યો હતો. એક પોલીસ અધિકારીએ કહ્યું કે સુરક્ષા દળોએ રવિવારે સવારે દક્ષિણ કાશ્મીર જિલ્લાના ત્રાલના ગુલશનપોરા વિસ્તારમાં આતંકવાદીઓ માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે સેનાની શોધખોળ કરવામાં આવી રહી હતી ત્યારે આતંકવાદીઓએ તેમના પર ફાયરિંગ કર્યું, જેના પછી સામે સામે ફાયરીંગ શરૂ થઈ ગયું હતું.

ત્રણે આતંકવાદીઓને ઢેર કર્યા પછી ફણ સુરક્ષા દળોએ ગુલશનપોરા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સમાચારો અનુસાર હિઝબુલ મુજાહિદ્દીનનો એક કમાન્ડર આ વિસ્તારમાં માર્યા ગયેલા લોકોમાં હતો, જે અહીં તેના બે સાથીઓ સાથે છુપાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.