ભારતીય સેના માટે કાશ્મીરમાં આતંકવાદ સામે લડવામાં તો આવી જ રહ્યું છે અને સેના આતંકીઓનો મુકાબલો બહાદુરી પૂર્વક કરે જ છે, પરંતુ શિયાળાની મૌસમ પણ સેના માટે આટલી જ મુશીબતો લઇને આવે છે. ખાસ કરીને કાશ્મીર ખીણમાં હિમપ્રપાતએ સેના માટે મોટો પડકાર રહ્યો છે. દર વર્ષે ભારતનાં અનેક બહાદુરો કારમા મૌસમને કારણે શહીદ થાય છે. ગુરુવારે પણ આવી જ એક ઘટનામાં ભારતીય સેનાનાં ચાર જવાનો હિમપ્રપાતનો શિકાર બન્યા હતા. જેમાંથી એક જવાન શહીદ થયા છે.
Army sources: One army soldier lost his life in a snow slide incident in Drass sector, early morning today. The jawan was one of the four personnel stuck under the snow and were taken out after a search operation. Other three personnel are stable.
— ANI (@ANI) January 16, 2020
સૈન્યના સૂત્રો દ્વારા આપવામાં આવતી જાણકારી પ્રમાણે ગુરુવારે વહેલી સવારે કાશ્મીરનાં દ્રાસ સેક્ટરમાં એક સ્નો(બરફ) સ્લાઇડની ઘટનામાં સૈન્યના એક જવાનએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જવાન બરફની નીચે અટવાઈ ગયેલા ચાર જવાનોમાંનો એક હતો અને સર્ચ ઓપરેશન બાદ તેને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણ જવાનોને બચાવવામાં સફળતા મળી હતી તો એક જવાન આ દુર્ઘટનામાં શહીદ થયા હતા. જો કે બચાવવામાં આવેલા ત્રણે જવાનો સારવાર હેઠળ હોવાની અને તેની હાલત અત્યારે સ્થિર હોવાની જાણકારી પ્રાપ્ત થાઇ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
