ચીનના નામે કંઇક લેવામાં લોકો શંકાની નજરે જોતા થઇ ગયા છે. ચીનની કોરોના રસી સાથે પણ હવે આવું જ થઈ રહ્યું છે. ચીનનો નજીકનો મિત્ર પાકિસ્તાન પણ તેની રસી ઉપર વિશ્વાસ કરવામાં અસમર્થ છે. જો ત્યાંની મીડિયા પાકિસ્તાની લોકોને ચીની રસી લેવાનું કહે છે, તો લોકો વિચિત્ર રીતે પ્રતિક્રિયા આપે છે અને ચીની રસીનો સીધો ઉપયોગ કરવાનો ઇનકાર કરે છે.
પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ જેવા કેટલાક વિકાસશીલ દેશોમાં ચાઇનીઝ રસી અંગે એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં લોકોને ચીની કોરોના રસી ઉપર વિશ્વાસ ન હતો. વિશ્વના લોકો જાણે છે કે કોરોના કેસ પહેલા ચીનના વુહાનમાં બહાર આવ્યો, ત્યારબાદ તે આખી દુનિયામાં ફેલાયો. આને કારણે વિકસિત દેશોમાં પ્રભાવ વધારવાની ઝુંબેશને ચીનને મોટો ફટકો પડ્યો છે.
તે જ સમયે, જ્યારે ઘણા દેશોમાં ગુણવત્તાયુક્ત પીપીઈ કિટ્સ અને માસ્ક પૂરા પાડવાના દાવા અંગે પણ ચીનનો સોશિયલ મીડિયા પર હાંસીપાત્ર બન્યું હતું. અને લોકોનો ચીની વસ્તુ અને ખાસ કરીને કોરોના ને લગતી વસ્તુ, દવા, ppe kit અને હવે રસી ઉપરથી વિશ્વાસ ઉઠતો જોઈ શકાય છે. વિશ્વના ઘણા દેશોએ રસીકરણ શરૂ કર્યું છે. તેથી લોકો ચીની રસી ઉપર વિશ્વાસ નથી કરી રહ્યા. જોકે ડ્રેગને બ્રાઝિલ અને તુર્કીમાં ટ્રાયલ કર્યું હતું. જે અંગે નિષ્ણાતો દ્વારા સવાલ ઉભા કરવામાં આવ્યા હતા.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
