સિરામિકની આડમાં કચ્છના મુંદરાથી કરોડોનું લાલ ચંદન એક્સપોર્ટ કરનારો વૃધ્ધ સ્મગલર ડીઆરઆઈના હાથે ઝડપાયા બાદ તેને ભુજ કોર્ટમાં રજૂ કરાયો હતો કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.
2012 અને 2018માં સિરામિકની આડમાં મુંદરા બંદરેથી ગેરકાયદે રીતે અખાતી દેશમાં મોકલાયેલાં કરોડોના રક્ચચંદનના ચકચારી બનાવોમાં અત્યારસુધી ભૂગર્ભમાં રહેલા મુખ્ય સૂત્રધારની મોરબીમાંથી ડીઆરઆઈએ ધરપકડ કરી હતી.2012માં DRIએ 16.4 કરોડનું 160.372 મેટ્રિક ટન લાલ ચંદન જપ્ત કર્યું હતું. તો, 23 જૂન 2018નાં રોજ મુંદરા બંદરેથી 9 કરોડ 23 લાખ 85 હજાર રૂપિયાની કિંમતનું 20.530 મેટ્રિક ટન લાલ ચંદન જપ્ત કર્યું હતું.
આ બેઉ કેસમાં આરોપી એક વૃધ્ધ વ્યક્તિ હોવાનું બહાર આવ્યું પણ તે એજન્સીઓના હાથ લાગ્યો નહોતો. દરમિયાન, બાતમીના આધારે DRIએ મોરબીમાંથી 77 વર્ષિય દિપક શાંતિલાલ કોટક નામના શખ્સની ધરપકડ કરી હતી આરોપી પોતે જ દિપક કોટક ઊર્ફે દ્વિજેન્દ્ર માણેક ઊર્ફે વિનોદ શાહ છે.
તેણે 2018માં દિપક કોટકના નામે સિરામિકના બે કન્ટેઈનરમાં મુંદરાથી દુબઈ અને વિયેતનામમાં લાલ ચંદનનો જથ્થો ગેરકાયદે નિકાસ કરવાનો કારસો ઘડ્યો હતો. તો 2012માં તેણે વિનોદ શાહ નામ ધારણ કરી લાલ ચંદનને એક્સપોર્ટ કરવા ષડયંત્ર રચ્યું હતું કસ્ટમ અને DRIના કેસ લડવા નિયુક્ત થયેલાં ખાસ સરકારી વકીલ કલ્પેશ સી. ગોસ્વામીએ આરોપીની મોડસ ઓપરેન્ડી, હિસ્ટ્રી, પૂરાવા અને ગંભીર કલમોને અનુલક્ષીને તેણે કરેલો ગુનો બીનજામીનપાત્ર હોવાની દલીલ કરી હતી કૉર્ટે આરોપીને ન્યાયિક હિરાસતમાં ધકેલી દીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
