Mahesana News/ મહેસાણામાં ગુજરાત પાવર એન્જિનિયરિંગ કોલેજનું નવીન નામકરણ, સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું

મહેસાણાનાં મેવડમાં આવેલી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી એન્ડ રિસર્ચ દ્વારા ” કૌશલ્ય-2025″ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયુ હતું.

Gujarat Others

Mehsana News મહેસાણા જિલ્લાનાં મેવડ ખાતે આવેલી “ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ” હવે નવા નામથી ઓળખાશે. તા. 01 મે, 2025થી આ સંસ્થા “ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી – ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ (GTU-ITR)” તરીકે ઓળખાવા લાયક બની છે. ઉલ્લેખનીય છે કે, આ સંસ્થા વર્ષ 2020થી જીટીયુ (GTU) દ્વારા સંચાલિત છે. નામકરણ સમારોહ (Ceremony) માં બેચરાજીના ધારાસભ્ય (MLA) સુખાજી ઠાકોરના વરદ હસ્તે તેમજ જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર તથા કોલેજના આચાર્ય ડૉ. ચિરાગ વિભાકર સાહેબની ઉપસ્થિતિમાં નવીન નામનું વિધિવત નામકરણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે GTU-ITR દ્વારા ભવ્ય “કૌશલ્ય-2025” સાંસ્કૃતિક કાર્યક્રમ (Cultural program) નું પણ આયોજન પણ કરવામાં આવ્યું હતું. જે સાંજે 5:30 વાગ્યે GTU-ITR ઓપન ગ્રાઉન્ડ ખાતે યોજાયું હતું. કાર્યક્રમ દરમિયાન આચાર્ય ડૉ. ચિરાગ વિભાકર સાહેબે શૈક્ષણિક વર્ષ 2024-25નો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો અને ત્રિમાસિક GTU-ITR ન્યૂઝલેટર “સંવાદ”નું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું. વિશેષ રૂપે, “શૌર્ય-2025” (સ્પોર્ટ્સ) અંતર્ગત વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં કુલ 155 સહભાગીઓ દ્વારા 26 વિવિધ પરફોર્મન્સ જેમ કે, નૃત્ય, સંગીત, નાટક, બીટબોક્સિંગ, ગાયન અને રેમ્પ વોક રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ICCRના 70 વિદેશી વિદ્યાર્થીઓ સહિત 600થી વધુ વિદ્યાર્થીઓ, કોલેજના આચાર્ય, શિક્ષકો અને અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે છે અને તેમની સર્જનાત્મકતાને આકાર મળે છે. સાથે જ ટીમવર્ક, સહયોગ અને નેતૃત્વ જેવી કુશળતાઓ વિકસે છે.

આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન GTU-ITRના આચાર્ય ડૉ. ચિરાગ વિભાકરના માર્ગદર્શન હેઠળ ડૉ. હિમેષ પટેલ, ડૉ. પ્રેરક પટેલ, પ્રોફ. અક્ષય રાઠોડ તથા GTU-ITR ટીમના સહયોગથી શક્ય બન્યું હતું. આ પ્રસંગે જીટીયુના વાઇસ ચાન્સેલર આદરણીય ડૉ. રાજુલ ગજ્જર અને કુલસચિવ ડૉ. કે. એન. ખેર દ્વારા સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હેસાણામાં કેનેડા જવા ઈચ્છુક દંપતી સાથે બે એજન્ટોએ કરી લાખોની છેતરપિંડી

આ પણ વાંચો:મહેસાણામાં યુવાનોને પણ શરમાવતો આધેડનો રંગીન મિજાજ! સગીરાની કરી છેડતી

આ પણ વાંચો:મહેસાણામાં એવિએશન કંપનીનું ટ્રેઈની વિમાન ક્રેશ થતા મહિલા પાયલટ ઘાયલ