જામનગર મહાનગરપાલિકા ની મળેલી સ્ટેન્ડિંગ કમિટી મિટિંગમાં એક જ દિવસમાં કુલ ર૬ કરોડ ર૬ લાખના ખર્ચાઓને એક જ ધડાકે મંજુર કરી નાંખવામાં આવ્યા. શહેરમાં અનેક વિકાસ ના કાર્યો હાથ ધરવામાં આવશે. જેમાં ફોરલેન રસ્તાઓ, જુદા જુદા વિસ્તારોમાં સીસી રોડ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાઓ હેઠળ અનેક વિકાસ ના કાર્યો કરવામાં આવશે. પરંતુ વિરોધ પક્ષે આમા પણ વિરોધ નોંધાવી અને શાસક પક્ષ સામે અનેક આક્ષેપો કર્યા છે.
જામનગર મહાનગરપાલિકા ની સ્ટેન્ડિંગ કમિટી ની મિટિંગ ચેરમેન સુભાષ જોશી ની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં એક જ ધડાકે આ મિટિંગ માં કુલ 26 કરોડ 26 લાખ રૂપિયા ના ખર્ચાઓને મંજૂરી આપવામાં આવી હતી, ત્યારે શહેર માં અનેક વિકાસ ના કામો મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે.
જામનગરના વોર્ડ નંબર પ,૯,૧૩, ૧૪ તેમજ વોર્ડ નં. ૧૦, ૧૧, ૧ર માં સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ અંતર્ગત વર્ષ-ર૦૧૮-૧૯ ના વર્ષ માટે સિવિલ સેન્ટ્રલ અને ઈસ્ટ ઝોન વોર્ડમાં સીસી રોડ/સીસી બ્લોકના કામની દરખાસ્ત અન્વયે રૂ. રપ૦ લાખના ખર્ચને મંજૂરી આપવાનો નિર્ણય સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો હતો.
મેલેરીયા વિભાગ માટે બ્લીચીંગ પાવડર અને જંતુનાશક દવા ખરીદવા માટે રૂપિયા ૧૮ લાખનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું હતું. શહેરના જુથ ૧ થી ૪ ના વિસ્તારમાં ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશન, બીન્સ તથા કેરણ ઉપાડવાની કામગીરી કરીને મહાનગરપાલિકાના નિયત ડમ્પીંગ સાઈટમાં નિકાલ કરવા માટે બંધ બોડીના વાહનો દ્વારા નિકાલ કામગીરીની દરખાસ્ત અન્વયે રૂપિયા ૬૦ લાખનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું હતું.
જામરણજીતસિંહજી પાર્કમાં સિક્યોરિટી, ક્લીનીંગ અને કોમ્પ્યુટર ઓપરેટરના કામ અંગે કુલ રૂપિયા પપ લાખ ૯૯ હજારનું ત્રણ વર્ષ માટેનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું હતું.
સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ર૦૧૯-ર૦ અન્વયે મુખ્યમંત્રી સડક યોજનાની ગ્રાન્ટ અંતર્ગત પવનચક્કી સર્કલથી પંપહાઉસ થઈ ભાનુ પેટ્રોલ પમ્પ સુધી હયાત રસ્તાને આસ્ફાલ્ટ રી-કાર્પેટીંગ કરવાના કામ માટે રૂપિયા ૧૮૪ લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
