શિરડી ગ્રામ સભાએ મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અપીલ બાદ પણ રવિવારે બંધ કરવાનો નિર્ણય લીધો છે. જો કે, સાંઈ બાબા મંદિરનાં ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે, બંધ હોવા છતાં મંદિર ખુલ્લું રહેશે અને શિરડીમાં સાંઈ મંદિરની મુલાકાત લેનારા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.
જણાવી દઇએ કે, મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા સાંઈ જન્મભૂમિ પાથરી શહેર માટે વિકાસ ભંડોળની જાહેરાત કર્યા બાદ, વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો, સ્થાનિક લોકો મુખ્યમંત્રીનાં નિવેદનથી ખૂબ નારાજ છે, શિરડી ગ્રામસભાએ નિર્ણય લીધો છે મુખ્યમંત્રી ઠાકરે પોતાનું નિવેદન પાછું નહીં ખેંચે ત્યાં સુધી તેમનું બંધ ચાલુ રહેશે. જો કે આ દરમિયાન મુખ્યમંત્રીએ શિરડીનાં લોકોને રવિવારનું બંધ પાછું ખેંચવાનું કહ્યું હતુ તેમ છતાં શિરડી ગ્રામ સભાએ આજે બંધની જાહેરાત કરી હતી.
Maharashtra: Shirdi Sai Baba temple remains open amid bandh called today in Shirdi town, against CM Uddhav Thackeray's reported comment calling Pathri (in Parbhani) as Sai Baba's birthplace. pic.twitter.com/fNAx3FrPTa
— ANI (@ANI) January 19, 2020
સાંઈ બાબાનાં જન્મસ્થળનો વિવાદ ત્યારે ઉભો થયો જ્યારે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પરભણી જિલ્લાનાં પાથરી ગામનાં વિકાસ માટે 100 કરોડ રૂપિયાની જાહેરાત કરી અને તેને સાંઈબાબાનું જન્મસ્થળ ગણાવ્યું. શિરડી ગ્રામ સભાનાં લોકો કહે છે કે, ત્યાં વિકાસને લઇને કોઈ વાંધો નથી, પરંતુ અમારો વિરોધ સાઇ બાબાનાં જન્મસ્થળની ઓળખ પાથરી બતાવવા સામે છે.
Maharashtra: A bandh has been called today in Shirdi town, against CM Uddhav Thackeray's reported comment calling Pathri (in Parbhani) as Sai Baba's birthplace. pic.twitter.com/wxPGlrRJki
— ANI (@ANI) January 19, 2020
શિરડી ગ્રામસભાએ નિર્ણય લીધો છે કે, મુખ્યમંત્રી ઠાકરે પોતાનું નિવેદન પાછું નહીં ખેંચે ત્યાં સુધી તેમનું બંધ ચાલુ રહેશે, જો કે શિવસેનાનાં એમએલસી નીલમ ગોરે એક નિવેદન બહાર પાડ્યું છે કે, મુખ્યમંત્રી આગામી સપ્તાહમાં શિરડીનાં લોકોને મળશે અને અમે આ મુદ્દાનું સમાધાન કરીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
