રાજ્ય સરકાર દ્વારા આણંદ શહેરમાં વિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા વિસ્તાર ભેળવીને આણંદ મહાનગર પાલિકા બનાવવાની કવાયત તેજ કરવામાં આવી છે, ત્યારે કરમસદ ગામના નાગરિકો દ્વારા સરકારની આ કવાયતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલનું વતન કરમસદ ,એક વર્ષ પહેલા ગામના નાગરિકો દ્વારા એક આંદોલન ચાલુ કરવામાં આવ્યું હતું, અને તે હતું કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવાનું જોકે સરકાર દ્વારા કરમસદ ગામના નાગરિકોના આંદોલને ઠંડું પાડવાનો પ્રયાસ કરી આગામી સમયમાં કરમસદને રાષ્ટ્રીય દરજજો અપાવવાની વાત કરી હતી, અને આંદોલન સમેટાઈ ગયું હતું.

જોકે અચાનક રાષ્ટ્રીય દરજ્જાની વાત રાજ્ય સરકાર ભૂલી ગઈ અને રાજ્ય સરકાર દ્વારા આણંદને મહાનગરપાલિકા બનાવવાની કવાયત કરવામાં આવતા કરમસદ અને વિધાનગર પાલિકાના ભાજપના સત્તાધીસો દ્વારા રાજ્યની ભાજપ સરકારની કવાયતનો વિરોધ કર્યો છે. જેમાં આંદોલન ધીરે ધીરે વધુ ઉગ્ર બની રહ્યું છે, કરમસદના સ્થાનીકોએ રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યો છે કે સરકારે એક વર્ષ પહેલા આપેલો વાયદો ભૂલી જઈ સરદારના ગામનું અહિત કરી રહી છે.

સ્થાનિકો આગામી દિવસોમાં સરદાર ચિંધ્યા માર્ગે આંદોલન કરવાના મૂડમાં છે અને જો સરકાર દ્વારા મહાનગરપાલિકામાં જોડવાની કામગીરી કરશે તો ગામના નાગરિકો મતદાર યાદીમાંથી પોતાના નામ કમી કરાવવાની કાર્યવાહી કરનાર છે .
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
