Not Set/ IND vs AUS 3rd ODI/ ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને આપ્યો 287 રનનો ટાર્ગેટ

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરીઝની ત્રીજી અને અંતિમ મેચ બેંગલુરુનાં એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે,   જ્યા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને ટીમ ઈન્ડિયાને 287નો ટાર્ગેટ આપ્યો છે. સીરીઝની બીજી મેચમાં હારનો સ્વાદ ચાખીને બેઠેલી ઓસ્ટ્રેલિયન ટીમ આ મેચમાં કોઇ ચાન્સ લેવા […]

Top Stories Sports

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરીઝની ત્રીજી અને અંતિમ મેચ બેંગલુરુનાં એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે,   જ્યા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને ટીમ ઈન્ડિયાને 287નો ટાર્ગેટ આપ્યો છે.

Image result for india vs australia

સીરીઝની બીજી મેચમાં હારનો સ્વાદ ચાખીને બેઠેલી ઓસ્ટ્રેલિયન ટીમ આ મેચમાં કોઇ ચાન્સ લેવા ન માંગતી હોવાથી તેણે ટોસ જીતીને પહેલા બેટિંગ લઇને ટાર્ગેટ સેટ કરવાનું મન બનાવ્યુ હતુ.

સ્ટીવ સ્મિથ સિવાય માર્નસ લાબુશૈને 54 રન બનાવ્યા. વળી, એલેક્સ કેરીએ 35 રનની ઇનિંગ્સ રમી હતી. ભારતીય બોલરોએ આ બે બેટ્સમેનો સિવાય કોઇ બેટ્સમેનને 40 રનનાં સ્કોરથી આગળ વધવા દીધા ન હોતા. આ કારણ રહ્યુ કે ઓસ્ટ્રેલિયાની ટીમ 50 ઓવરમાં 286 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી મોહમ્મદ શમી 4, રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ ઝડપી હતી. નવદીપ સૈની અને કુલદીપ યાદવે 1-1 વિકેટ ઝડપી હતી.

Image result for labuschagne

લાબુશેને તેના કેરીયરની પહેલી અડધી સદી ફટકારી હતી. લાબુશેને સ્મિથ સાથે 127 રનની ભાગીદારી નોંધાવી હતી. પાંચમા નંબર પર બેટિંગ કરવા મોકલવામાં આવેલ મિશેલ સ્ટાર્ક ખાતું ખોલ્યા વિના આઉટ થઈ ગયો હતો. આપને જણાવી દઇએ કે, મેચમાં એલેક્સ કેરીએ 35 રન બનાવ્યા અને કુલદીપની બોલિંગમાં આઉટ થયો હતો. એલેક્સ કેરીએ સ્મિથ સાથે પાંચમી વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી હતી. એશ્ટન ટર્નર (4) ની વિકેટ નવદીપ સૈનીએ લીધી હતી. સ્ટીવ સ્મિથે 131 રન બનાવ્યા હતા અને શમીનાં બોલ પર આઉટ થયો હતો. પેટ કમિન્સ (0) અને એડમ ઝામ્પા (1) શમીની બોલ પર બોલ્ડ થયો હતો.

ભારત:

Image

રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, નવદીપ સૈની, જસપ્રીત બુમરાહ

ઓસ્ટ્રેલિયા:

Image

ડેવિડ વોર્નર, એરોન ફિંચ (કેપ્ટન), સ્ટીવન સ્મિથ, મેરાનસ લેબ્યુશ્ગને, એલેક્સ કેરી (વિકેટકીપર), એશ્ટન ટર્નર, એશ્ટન એગર, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, એડમ ઝમ્પા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.