Not Set/ IND vs AUS 3rd ODI/ ભારતે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવ્યું, રોહિત શર્માએ ફટકારી શાનદાર સદી

ભારત અને ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે સીરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ રવિવારે બેંગલુરુનાં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 7 વિકેટે જીતી હતી અને તેની સાથે જ શ્રેણી 2-1 થી જીતી હતી. શ્રેણીની પહેલી મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ બાકીની બે મેચ જીતી હતી. INDIA WIN A clinical performance by #TeamIndia as they win by 7 wickets […]

Top Stories Sports

ભારત અને ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે સીરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ રવિવારે બેંગલુરુનાં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 7 વિકેટે જીતી હતી અને તેની સાથે જ શ્રેણી 2-1 થી જીતી હતી. શ્રેણીની પહેલી મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ બાકીની બે મેચ જીતી હતી.

આ મેચમાં ટોસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતને જીતવા માટે 287 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં રોહિત શર્માએ કારકિર્દીની 29 મી વનડે સદી અને કેપ્ટન કોહલીએ 89 રનની ઇનિંગ્સ ફટકારીને ભારતને 47.3 ઓવરમાં આ ટાર્ગેટ મેળવી લીધુ હતુ. શ્રેયસ ઐય્યરે 44 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી.

આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને નબળી શરૂઆત કરી હતી અને વોર્નર માત્ર 3 રન બનાવી આઉટ થયો હતો, ત્યારબાદ ફિંચ (19) પણ વધુ સમય ટકી શક્યો ન હતો. પરંતુ આ પછી લાબુશેન અને સ્ટીવ સ્મિથ વચ્ચે સારો તાલમેલ જોવા મળ્યો હતો. આ બંને બેટ્સમેનોએ સદીની ભાગીદારી નોંધાવી હતી.

ખતરનાક બની રહેલી આ ભાગેદારીને વિરાટ કોહલીએ મેદાન પર શાનદાર કેચ પકડીને તોડી હતી. લાબુશેન 54 રન પર રવિન્દ્ર જાડેજાનો શિકાર બન્યો હતો. ત્યારબાદ મિશેલ સ્ટાર્કને મોકલવામાં આવ્યો પરંતુ તે ખાતું પણ ખોલી શક્યો નહીં. આ વિકેટ પણ જાડેજાએ ઝડપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન