Not Set/ ખેડબ્રહ્મા/ લુંટના ઈરાદે આંગડિયા પેઢીના કર્મચારી પર ભરબપોરે ફાયરીંગ

ખેડબ્રહ્મા શહેરમાં આજે મંગળવારે ભરબપોરે લૂંટના ઈરાદે આંગડિયા પેઢીના કર્મચારી ઉપર બંદૂકથી ફાયરીંગ કર્યાની ઘટના સામે આવી છે. લૂંટારૂઓ કર્મચારીની પૈસા ભરેલી બેગ ઝુંટવી ફાયરીંગ કરતા કર્મચારીનું મોત થયું છે. ચકચારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં લૂંટનો ઈરાદો અને હત્યાની ઘટના સામે આવી છે. સરદારચોકથી પેટ્રોલપંપ જત માર્ગ […]

Gujarat Others

ખેડબ્રહ્મા શહેરમાં આજે મંગળવારે ભરબપોરે લૂંટના ઈરાદે આંગડિયા પેઢીના કર્મચારી ઉપર બંદૂકથી ફાયરીંગ કર્યાની ઘટના સામે આવી છે. લૂંટારૂઓ કર્મચારીની પૈસા ભરેલી બેગ ઝુંટવી ફાયરીંગ કરતા કર્મચારીનું મોત થયું છે. ચકચારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો છે.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં લૂંટનો ઈરાદો અને હત્યાની ઘટના સામે આવી છે. સરદારચોકથી પેટ્રોલપંપ જત માર્ગ પર આવેલી એન માધવલાલ એન્ડ કંપની નામની આંગડિયા પેઢીના કર્મચારી નાયક કિરણ હરગોવિંદ ઉપર ફાયરીંગ થયું હોવાનું સામે આવ્યું છે. જનતા બેંક પાસે સ્વીફ્ટ કારમાં આવેલા અજાણ્યા ઇસમો આંગડિયા પેઢીના કર્મચારી પર ફાયરીંગ કરી ફરાર થઇ ગયા છે.

ભરબપોરે અચાનક ફોર વ્હીલર ગાડીમાં આવી લૂંટારૂઓ પૂર્વ આયોજીત ઈરાદે આંગડિયા કર્મચારી પાસેથી પૈસા ભરેલી બેગ ઝુંટવી લેવા જીવલેણ ચપ્પાના ઘા માર્યા હતા. અને બાદમાં ફાયરીંગ કર્યું હતું.  જોકે હિંમતવાન કર્મચારીએ પોતાની પાસે રહેલ લાખો રૂપિયા ભરેલી બેગ પકડી રાખી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર લૂંટારૂઓ કેટલી રકમ ઝુંટવી ગયા છે તેની વિગતો સ્પષ્ટ થઈ શકી નથી, પરંતુ ઘાયલ કર્મચારીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોકટરે તેમને મૃત જાહેર  કાર્ય હતા. ખેડબ્રહ્મા પોલીસે મૃતકની લાશ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી લૂંટારૂઓને ઝડપી લેવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.