સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ‘તન્હાજી’ ફિલ્મનો એક વીડિયો એડિટ કરવામાં આવ્યો છે, જેમાં શિવાજીના ચહેરા પર પીએમ મોદી અને તન્હાજીના ચહેરા પર અમિત શાહનો ફોટો મૂકવામાં આવ્યો છે. આ અંગે મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ યુટ્યુબ પાસે આ વીડિયો તુરંત જ દુર કરવાની માંગ કરી છે.
જી હા, છત્રપતિ શિવાજી પરના એક પુસ્તકમાં પીએમ મોદીની તુલના શિવાજી મહારાજને લઈને ઘણા વિવાદો થયા છે. હવે એક વીડિયોમાં મોદીને શિવાજી મહારાજ અને અમિત શાહને શિવાજીના કમાન્ડર તન્હાજી તરીકે બતાવવામાં આવતા હોબાળો મચ્યો છે . આ કેસની ફરિયાદ બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે યુટ્યુબ પરથી આ વીડિયોને હટાવવાની માંગ કરી છે.
વીડિયોને ‘પોલિટિકલ વોર્મ’ નામના ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરવામાં આવ્યો હતો, જેને પછીથી ડિલીટ કરવામાં આવ્યો હતો. તન્હાજી ફિલ્મના આ વીડિયોમાં શિવાજી મહારાજના ચહેરા પર નરેન્દ્ર મોદીનો ફોટો મૂકાયો હતો. તે જ સમયે, ગૃહ પ્રધાન અમિત શાહનો ચહેરો તન્હાજીના ચહેરા પર મુકીને તેમને તન્હાજી તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
Maharashtra Home Minister Anil Deshmukh approaches YouTube to remove a video allegedly portraying PM Narendra Modi as Chhatrapati Shivaji Maharaj, after he received a complaint of the same. (file pic) pic.twitter.com/iQfdlto8Iv
— ANI (@ANI) January 21, 2020
આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે તેમણે આ વીડિયો સંભાજી ભીડે અને ભાજપના નેતાઓને મોકલ્યો છે અને તેઓ તેમના પ્રતિસાદની રાહ જોઈ રહ્યા છે. સંજય રાઉતે કહ્યું, ‘હું શિવસેના વિરુદ્ધ સાતારા અને સાંગલીમાં બંધનું એલાન આપનારા લોકોની પ્રતિક્રિયા જોવા માંગુ છું. હજી સુધી એક પણ વ્યક્તિએ આ વિડિઓ પર પ્રતિક્રિયા આપી નથી.
આ વીડિયોને દિલ્હીની ચૂંટણી સાથે જોડતા આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના સીએમ કેજરીવાલને ઉદયભાણ રાઠોડ તરીકે રજૂ કરવામાં આવ્યા છે. વીડિયોમાં, દિલ્હી ચૂંટણીને સિંહાગઢ કિલ્લાની લડાઇ ગણાવી હતી, જેમાં લખ્યું છે, “જેણે દિલ્હી જીતી લીધું, સમજો તેણે દિલ જીતી લીધા”
વીડિયોમાં કેજરીવાલને બતાવવા અંગે આપના નેતા પ્રીતિ શર્મા મેનને કહ્યું કે, શિવાજીના ચહેરા પર મોદી અને અમિત શાહને તાન્હાજીનાં ચહેરા પર લગાવવું તે, મોટી ભૂલ છે. આપણા લોકનાયકોનું અપમાન કરવા બદલ મહારાષ્ટ્રના તમામ લોકોએ આ ઘટનાની નિંદા કરવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
