વડોદરાના સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામા બાદ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ મુદ્ધે કોંગ્રેસના નેતાની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે. આ અંગે વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. તો તેમના નિવેદન ને લઇને મુખ્ય મંત્રી રૂપાણીએ પણ તીખી પ્રતિક્રિયા આપી છે.
અમિત ચાવડા
આ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છે કે,ભાજપના અનેક લોકો નારાજ છે. અને લોકોની પણ સરકાર વિરુદ્ધ નારાજગી બહાર આવી રહી છે. સાથે દાવો કર્યો કે, ધારાસભ્યો પણ સરકાર વિરુદ્ધ બળવો પોકારવાના મૂડમાં છે. સરકારમાં ધારાસભ્યને કોઈ જવાબ આપતું નથી. અને ભાજપમાં ઉકળતો ચરૂ બહાર આવ્યો છે. તો વિજય રૂપાણી વિશે કહ્યું કે, જો તે અડધી પીચ પર રમવા જશે ત્યારે તેના જ ધારાસભ્યો સ્ટમ્પિંગ દ્વારા આઉટ કરી દેશ. આ તો રાજીનામા આપવાની શરૂઆત છે.
પરેશ ધાનાણી
તો પરેશ ધાનાણી એ જણાવ્પયું હતું કે, ગુજરાતની જનતા હવે જાગી ગઈ છે. ભાજપમાં ઈમાનદાર લોકો ન રહી શકે. કોંગ્રેસમાં જોડાવા માગે તો ઈનામદારને આવકાર છે. સરકારમાં ધારાસભ્યોનું કોઈ સાંભળતુ નથી. ભાજપ તેના જ પાપે તુટશે,આતો એક શરૂઆત છે.
અનેક ભાજપી ધારાસભ્ય અમારી પાસે આવીને સરકારની કામગીરીનો બળાપો ઠાલવે છે. આગામી દિવસોમાં અનેક ધારાસભ્ય ખુલેને બહાર આવી શકે તેમ છે. અને સત્ય બોલનારા લોકોને કોંગ્રેસ સમર્થન આપશે. અને રાજ્યની જનતા પણ ભાજપને સબક શીખવાડશે.
મુખ્યમંત્રી રૂપાણી
કેતન ઈનામદારના રાજીનામાંનો મામલે કોંગ્રેસ ના નેતાઓની પ્રતિક્રિયા અંગે મુખ્યમંત્રી રુપાણીએ જણાવ્યું હતું કે, કેતન ઇનામદારના રાજીનામાં કે કે અન્ય નગરપાલિકા કે તાલુકા પંચાયતના સભ્ય કે પ્રમુખોના રાજીનામાને લઈને કોંગ્રેસે હરખાવાની જરૂર નથી, કેતન ભાઈ એક જવાબદાર ધારાસભ્ય છે, અને તેઓ પાછા આવી જ જશે. કોંગ્રેસના અનેક સભ્યો લાઈનમાં છે. ધારાસભ્યોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
