Ahmedabad News : ભાજપના નવા સંગઠનની જાહેરાત અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં જીલ્લા-શહેર ભાજપના પ્રમુખોના નામ જાહેર થવામાં વિલંબ થયો છે. 33 જીલ્લા અને 8 મનપાના ભાજપ પ્રમુખ જાહેર થવામાં વિલંબ થશે.જોકે 1-2 દિવસમા શહેર અને જીલ્લા ભાજપ પ્રમુખના નામ જાહેર થઈ શકે છે. બીજીતરફ દિલ્લી ગયેલા પ્રદેશના ચૂંટણી નિરીક્ષકોનો પ્રવાસ લંબાયો છે. જેમાં કેન્દ્રીય ભાજપ સાથે ચર્ચા વિચારણા કરવાની હજુ બાકી છે.
દિલ્લી હાઈકમાન્ડમાંથી લીલી ઝંડી મળ્યા બાદ નામ જાહેર થશે તેવી ચર્ચા છે. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ માટે ત્રણ નેતા રેસમાં છે. અમદાવાદ શહેર માટે ભાજપના ત્રણ નેતાઓ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. જેમાં અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ માટે અમિત શાહ સૌથી આગળછે. અમિત શાહ વર્તમાન અમદાવાદ શહેર પ્રમુખ અને ધારાસભ્ય છે. તે સિવાય અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ માટે ડૉ. ઋત્વિજ પટેલ પણ દાવેદાર છે.
AMCના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ પણ દાવેદાર છે. જ્યારે સુરત શહેર ભાજપ પ્રમુખ માટે બે નેતાઓ પ્રબળ દાવેદારછે. સુરત શહેર ભાજપ પ્રમુખ માટે બે દાવેદાર પૈકી નિરંજન ઝાંઝમેરા રેસમાં આગળ છે. નિરંજન ઝાંઝમેરા વર્તમાન શહેર ભાજપ પ્રમુખ છે. પરેશ પટેલ પણ શહેર ભાજપ પ્રમુખ માટે પ્રબળ દાવેદાર છે.વડોદરા શહેર ભાજપ પ્રમુખની રેસમાં ભાજપના બે નેતા દાવેદાર છે.
જેમાં જીગર ઈનામદારનું નામ શહેર ભાજપ પ્રમુખની રેસમાં આગળ છે. શહેર ભાજપ પ્રમુખની રેસમાં ડૉ. હિતેન્દ્ર પટેલનું નામ આગળ છે. વડોદરા શહેર ભાજપ પ્રમુખ કોણ બનશે તેના પર સૌની નજર છે. તે સિવાય રાજકોટ શહેર માટે ભાજપના બે નેતાઓ પ્રબળ દાવેદાર છે.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માટે કશ્યપ શુક્લા આગળ છે. કશ્યમ શુક્લા રાજકોટ મનપામાં વર્તમાન કોર્પોરેટર છે. શહેર ભાજપ પ્રમુખ માટે ડૉ. જયમન ઉપાધ્યાયનું નામ આગળ છે. ડૉ. જયમન ઉપાધ્યાય છે રાજકોટ શહેરના પૂર્વ મેયર છે. જોકે હાઈકમાન્ડની અંતિમ મહોર લાગ્યા બાદનામ જાહેર થશે.
આ પણ વાંચો:બિલ્ડરોનું 2000 કરોડથી વધુનું કૌભાંડ! સુરતમાં નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવી ખેડૂતની જમીન પચાવી પાડી
આ પણ વાંચો:નડિયાદ શહેરમાં ચોમાસા દરમિયાન જળબંબાકારથી કાંસની સફાઈના કૌભાંડનો પર્દાફાશ
