Not Set/ સુરત/ 15 વર્ષની કિશોરી પર પહેલાં દાદા અને બાદમાં પિતાએ આચર્યું દુષ્કર્મ

રાજ્ય દુષ્કર્મની ઘટનાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યા. છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મની ઘટનામાં વધરો જોવા મળ્યો છે ત્યારે વધુ એક ઘટના રાજકોટ પોલસ સ્ટેશનમાં નોંધ્યો છે. જણાવીએ કે આ ઘટના સુરતની છે. જ્યાં એક 15 વર્ષની કિશોરી પર તેના સાવકા પિતા અને દાદાએ દુષ્કર્મ આચર્યું છે. આ મામલે કિશોરીએ રાજકોટ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે […]

Gujarat Surat

રાજ્ય દુષ્કર્મની ઘટનાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યા. છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મની ઘટનામાં વધરો જોવા મળ્યો છે ત્યારે વધુ એક ઘટના રાજકોટ પોલસ સ્ટેશનમાં નોંધ્યો છે. જણાવીએ કે આ ઘટના સુરતની છે. જ્યાં એક 15 વર્ષની કિશોરી પર તેના સાવકા પિતા અને દાદાએ દુષ્કર્મ આચર્યું છે. આ મામલે કિશોરીએ રાજકોટ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ કરતા આ કેસ સુરત પોલીસને ટ્રાન્સફર કર્યો છે.

આ મામલે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વેલંજા ગામે રહેતી 15 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ કિશોરી પર પહેલા તેના દાદાએ અને ત્યારેબાદ તેના સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું હતું.

ઉલ્લેખનીય છે કે કિશોરીના સગા પિતાના પોટ બાદ તેની માતાએ બીજા લગ્ન કર્યા હતા. તેની માતાએ બીજા લગ્ન મૂળ મહેસાણાના એક વ્યક્તિ સાથે કર્યા હતા. માતા બીજા પતિના ઘરે તેની દીકરીને સાથે લઈ ગઈ હતી. જ્યાં ત્રણ વર્ષ પહેલા કિશોરીની માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે કિશોરીની માતાનું મૃત્યુ થયું ત્યારે તે ધોરણ નવમાં અભ્યાસ કરતી હતી. માતાના મોત બાદ કિશોરી સાવકા પિતા અને સાવકા દાદા સાથે એકલી રહેતી હતી.

આપને જણાવી દઈએ કે ત્રણ વર્ષે પહેલા જયરે કિશોરી તેના ઘરે એકલી હતી, આ દરમિયાન તેના સાવકા દાદએ તેનો એકલતાનો ગેરફાયદો ઉઠાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બાદ કિશોરીએ આ મામલે કોઈને જાણ ન કરતા તેના દાદાએ તેની સાથે અવારનવાર બળજબરી કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું આ દરમિયાન તે  ગર્ભવતી બની હતી.

આ હકીકત કિશોરીના સાવકા પિતાને ખબર પડતા પિતાએ આ મામલે ફરિયાદ કરવાના બદલે કિશોરીનો ગર્ભપાત કરાવી સમગ્ર ઘટના પર પડદો પાડ્યો હતો. જે બાદ થોડા સમય પછી ખુદ સાવકા પિતાએ આ કિશોરી સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. પહેલા દાદા અને બાદમાં પિતાએ આ કિશોરી પર અવારનવાર દુષ્કર્મ આચ્યું હતું.

આ ઘટના ત્યારે સામે આવી જ્યારે કિશોરી રાજકોટ રહેતા તેના મામાના ઘરે આવી હતી. કિશોરીએ આ અંગે તેના મામાને વાત કરતા તેમણે રાજકોટ પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધવી હતી. જે બાદમાં રાજકોટ પોલીસે કિશોરીના સાવકા પિતા અને સાવકા દાદા સામે ફરિયાદ નોંધીને આ ફરિયાદ સુરત પોલીસને ટ્રાન્સફર કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.