ભાજપના જ ધારાસભ્યે મુખ્ય મંત્રી રૂપાણીને સરકારી મહેકમમાં ગોટાળાની ફરિયાદ કરી છે. ધારાસભ્યે જણાવ્યું છે કે, ભરૂચમાં આવેલી GNFCમાં ગોટાળા થઈ રહ્યા છે. આ ધારાસભ્યોમાં અંકલેશ્વરના ઇશ્વરસિંહ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલણો સમાવેશ થાય છે. તેમને gnfc માં ચાલી રહેલા ગોટાળા અંગે મુખ્ય મંત્રીને ફરિયાદ કરીં છે. સ્થાનિકોને મળતી રોજગારીના મુદ્દે આ ધારાસભ્યોએ ફરિયાદ કરી છે. તેમનું કહેવું છે કે, GNFCમાં 85 ટકા સ્થાનિકોને રોજગારી આપવામાં નથી આવતી.
સાથે સાથે હાલ GNFCનું મોર્કેટ કેપ 75 ટકા ઘટી ગયો હાવોણો પણ દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહિં તેમનો સૌથી મોટો આક્ષેપ છે કે, જોખમી TDI કેમિકલનો રહીયાડ ગામ પ્લાન્ટમાં ક્ષમતા કરતા વધુ સ્ટોરેજ કરવામાં આવે છે. હાલ 7700 મેટ્રિક ટનની કેપિસિટી સામે વધુ જથ્થો રાખવામાં આવ્યો છે. તેથી ભોપાલ ગેસકાંડ જેવી મોટી દુર્ઘટના પણ થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
