14 વર્ષીય કિશોરીનું અપહરણ મામલો
ખરક સમાજના લોકોએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવો
પોલીસે કામગીરી ન કરતા હોવાનો કર્યો આક્ષેપ
એસીપી સી.કે. પટેલે આપ્યુ નિવેદન
સુરતના વરાછામાં 14 વર્ષીય સગીરાનું 17 પહેલા અપહરણ થયું હતું. તે અંગે પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી કેસમાં કોઈ નિકાલ નાં આવતા પરિવારજનો સહિત ખરક સમાજના 200 લોકોના ટોળાએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો.
ઘટનાને 17 દિવસ થઈ ગયા હોવા છતાં તેમની દીકરી ન મળતાં રોષે ભરાયેલા લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. બેટી બચાવોના બેનર હેઠળ લોકોએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. લોકોનો આક્ષેપ છે કે પોલીસ ફક્ત આશ્વાસનો જ આપી રહી છે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરી. લોકોએ દીકરીને જલ્દી શોધી કાઢવા માટે પોલીસને આવેદનપત્ર આપ્યું છે.
આ મામલે એસીપી સી.કે. પટેલે નિવેદન આપ્યુ હતુ કે, પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે. અને કિશોરીણે શોધવા માટે બે ટીમને કાર્યરત કરાઈ છે. સોમનાથ સુધી પોલીસ બે વાર ચેકિંગ કરી આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
