- જીગ્નેશ મેવાણી સભાને મંજૂરી ન આપવા રજૂઆત
- મોટી સંખ્યામાં કાર્યકરો કચેરીએ પહોચ્યા
- રાધનપુર ના દલિત સમાજના લોકો એ આપેલ આવેદનપત્ર
પાટણ જિલ્લામા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા સંવિધાન બચાવો દેશ બચાવોનુ મહાસમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રાધનપુર તાલુકાના ભાજપના કાર્યકરો દ્વારા નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. રાધનપુર દલિત સમાજ દ્વારા જીગ્નેશ મેવાણીની સભાને મંજૂરી ન આપવા રજૂઆત કરી હતી. અને જીગ્નેશ મેવાણી ની સભાના વિરોધમાં આવેદન પત્ર આપ્યું હતું.
રાધનપુર દલિત સમાજ જીગ્નેશ મેવાણી સભાને મંજૂરી ન આપવા રજૂઆત કરી હતી. દલિત સમાજ આ સંમેલનના વિરોધમાં છે, અને જે ભારત સરકારે કાયદો બનાવ્યો છે તેને રાધનપુર સાંતલપુર સમી વિસ્તારના દલિત સમાજ તે કાયદાનું સમર્થન કરે છે. તેઓના રાધનપુરના એડવોકેટ આર.કે બારોટ એ જણાવ્યું હતું કે, caa ના સમર્થનમાં અમો છીએ તેઓ રાધનપુર દલિત સમાજે આવેદનપત્ર આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાધનપુર ખાતે આગામી તારીખ ૨/૨/૨૦૨૦ ના રોજ વડગામ ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા સંવિધાન બચાવો દેશ બચાવો મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે. અને દલિત સમજ દ્વારા જેનો વિરોધ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
