લાંબા સમયથી ચાલતા બોડોલેન્ડ વિવાદનો અંત હવે નજીક છે. જણાવી દઇએ કે, મોદી સરકાર અને બોડો સંગઠનો વચ્ચે સમજૂતી થઈ છે, જે અંતર્ગત લાંબા સમયથી ચાલતી બોડોલેન્ડની માંગ પર રોક લાગશે. જણાવી દઇએ કે, લાંબા સમયથી આસામમાં અલગ બોડોલેન્ડની માંગ કરવામાં આવી હતી, પરંતુ હવે તેની માંગ કરતા ચાર જૂથોએ હિંસાનો માર્ગ છોડવાનો નિર્ણય લીધો છે.
સોમવારે, બોડો સંગઠનોએ ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં આસામ સરકાર સાથે કરાર કર્યો છે, જે હેઠળ હવે બોડોલેન્ડની માંગ કરવામાં આવશે નહીં. નેશનલ ડેમોક્રેટિક ફેડરેશન ઓફ બોડોલેન્ડ (એનડીએફબી) નાં નેતૃત્વમાં પૂર્વોત્તરમાં એક અલગ રાજ્યની માંગ કરવામાં આવી હતી, પરંતુ હવે તેને રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Home Minister Amit Shah on agreement with National Democratic Front of Bodoland factions: 1550 cadres along with 130 weapons will surrender on 30th January. As the Home Minister, I want to assure all representatives that all promises will be fulfilled in a time-bound manner. pic.twitter.com/PNDGYFdyYZ
— ANI (@ANI) January 27, 2020
કરાર બાદ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, “આજે કેન્દ્ર, આસામ સરકાર અને બોડો પ્રતિનિધિઓએ એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.” આ કરાર આસામ અને બોડો લોકો માટે સુવર્ણ ભવિષ્યની ખાતરી કરશે. તેમણે કહ્યું કે, 130 હથિયારો સાથે 1550 કેડર 30 જાન્યુઆરીએ આત્મસમર્પણ કરશે. ગૃહ પ્રધાન તરીકે, હું તમામ પ્રતિનિધિઓને ખાતરી આપવા માંગું છું કે બધા વચનો સમય મર્યાદામાં પૂર્ણ થશે.
Home Minister Amit Shah: Today Centre, Assam Govt and Bodo representatives have signed an important agreement. This agreement will ensure a golden future for Assam and for the Bodo people. https://t.co/tnxf8Y21Nb pic.twitter.com/hD9VaTL5f3
— ANI (@ANI) January 27, 2020
આ સાથે જ આ મુદ્દે દિલ્હીમાં આસામનાં પ્રધાન હિમંત બિસ્વા સરમાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, બોડો સમાજનાં તમામ હોદ્દેદારોએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, આસામની પ્રાદેશિક અખંડિતતાની પુષ્ટિ કરી છે. આપને જણાવી દઈએ કે, વર્ષ 1987 માં આ આંદોલન હિંસક બન્યું હતું, જેમાં 2823 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ સિવાય બોડો કેડરનાં 949 લોકો અને 239 સુરક્ષા દળો પણ માર્યા ગયા હતા.
Assam Minister Himanta Biswa Sarma in Delhi: All stakeholders of Bodo society has signed this agreement, reaffirming the territorial integrity of Assam. https://t.co/tnxf8Y21Nb pic.twitter.com/u5mXu2HSsN
— ANI (@ANI) January 27, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
