રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી તેમજ અને કોંગ્રેસના અન્ય દિગ્ગજ નેતાઓ સોમવારે એનએચઆરસીના વડાને મળ્યા હતા. સુધારેલા નાગરિકતા અધિનિયમ (સીએએ) વિરુદ્ધ દેખાવો દરમિયાન વિરોધ પ્રદર્શન કરનારાઓ સામે યુપી પોલીસ કરવામાં આવી રહેલી કાર્યવાહીની વિશે ફરિયાદ નોંધાવવા માટે કોંગ્રેસનાં આ તમામ નેતાઓ એનએચઆરસી ઓફિસ પહોંચ્યા હતા.
Delhi: A Congress delegation, including Priyanka Gandhi Vadra and Rahul Gandhi, are at National Human Rights Commission (NHRC) office to file a complaint 'against the action of Uttar Pradesh police on the protesters during demonstrations against #CitizenshipAmendmentAct'. https://t.co/e6ZmvGsm2F pic.twitter.com/xB5XIdjjzO
— ANI (@ANI) January 27, 2020
ભૂતકાળમાં પણ ઉત્તર પ્રદેશમાં સીએએ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શન દરમિયાન રાજ્યના અનેક શહેરોમાં અગ્નિદાહ અને હિંસક ઘટનાઓ નોંધાઈ હતી, જે પછી પોલીસે કાર્યવાહી કરી હતી.
સુધારેલા નાગરિકત્વ અધિનિયમ (સીએએ) વિરુદ્ધ દેશભરના ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. એક મહિનાથી વધુ સમયથી દિલ્હીના શાહીન બાગ ખાતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. આ પછી હવે મુંબઇમાં પણ મહિલાઓની આગેવાની હેઠળ શાહીન બાગ જેવા વિરોધ પ્રદર્શન શરૂ થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
