National news ભારત સરકારે પાકિસ્તાન પર દરેક રીતે પ્રતિબંધિત કરીને તેની મુશ્કેલી વધારી દીધી છે. ત્યારે તેમના નિર્ણય અંગે એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે. તેની સાથે ભારતીય પોર્ટ્સ પર પણ પાકિસ્તાની જહાજો પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. શનિવારના રોજ નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું છે કે,આતંકવાદ માનવતા માટે મોટો ખતરો છે. ઉપરાંત પીએમ મોદીએ હૈદરાબાદ હાઉસમાં અંગોલાના રાષ્ટ્રપતિ લોરેન્કો સાથેની મુલાકાત દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું.

બીજી બાજુ જમ્મુ અને કાશ્મીરમાં ત્યાંની પોલીસે પહેલગામની બૈસરન ખીણમાં થયેલા આતંકી હુમલામાં PSA હેઠળ કુલ 75 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો એક તરફ મધ્યપ્રદેશમાં જબલપુર તેમજ મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં આવેલી ઓર્ડનન્સ ફેક્ટરીઓમાં કર્મચારીઓ ની રજાઓને મોફૂક રાખવામાં આવી છે. તો તેના વહીવટીતંત્ર દ્વારા કર્મચારીઓને કહેવાયું છે કે, આ દેશ માટે ખૂબ જ કપરો સમય છે. તો દેશની સુરક્ષાને ધ્યાને રાખીને કામ બંધ ન કરાય.

પાકિસ્તાન પણ જાણે શક્તિ પ્રદર્શન કરી રહ્યું હોય તેમ તેણે શનિવારે બેલિસ્ટિક મિસાઈલ અબ્દાલીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. તો તેની આ મિસાઈલની ક્ષમતા 450 કિમી છે. તેમજ તે મિસાઈલ 500-700 કિગ્રા પરમાણુ અને પરંપરાગત શસ્ત્રો લઈ જવામાં સક્ષમ છે. આ આધુનિક નેવિગેશન અને ગાઈડેડ પ્રણાલીઓથી સુસજજ છે. જોકે, પાકિસ્તાને ક્યાં પરીક્ષણ કર્યું તે અંગે કોઈ જાણકારી નથી આપી. પહલગામ હુમલા અંગે જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ ચૌંકાવનારો ખુલાસો કર્યો કે, આતંકી હુમલામાં સ્થાનિક સમર્થન હતું.
આ પણ વાંચો:પંજાબ પોલીસે ખાનૌરી અને શંભુ બોર્ડર ખાલી કરી, ઘણા ખેડૂત નેતાઓ કસ્ટડીમાં; NH આજથી ખુલશે
આ પણ વાંચો:વિવાદાસ્પદ ધ્વજ મુદ્દે પંજાબમાં હિમાચલની બસ પર હુમલો, માસ્ક પહેરેલા હુમલાખોરોએ તોડફોડ કરી
આ પણ વાંચો:AAPના મંત્રીઓ 20 મહિના સુધી મંત્રાલય ચલાવતા રહ્યા, જેનો કોઈ પત્તો નહોતો, હવે પંજાબ સરકાર જાગી ગઈ છે
