Not Set/ MBBSના અભ્યાસ માટે ચીન ગયેલી વડોદરાની વિદ્યાર્થિની કોરોના વાઈરસમાં ફસાઈ, ભારત સરકાર પાસે મદદની માંગ

ચીનમાં દહેશત ફેલાવતા કોરોના વાયરસને  કારણે હવે ગુજરાતથી ચીનમાં MBBSનો અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓને પણ હાલાકી પડી રહી છે. વડોદરાની વિદ્યાર્થિની કોરોના વાયરસના કહેરમાં ચીન માં ફસાઈ છે. શ્રેયા જયમાન નામની વિદ્યાર્થીની ચીનના વુહાન શહેરમાં ફસાઈ છે. શ્રેયા સાથે ગુજરાતના 20 વિદ્યાર્થીઓ પણ ફસાયા હોવાની માહિતી મળી રહી છે. આ વિદ્યાર્થીઓ હુબેઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે […]

Gujarat Vadodara

ચીનમાં દહેશત ફેલાવતા કોરોના વાયરસને  કારણે હવે ગુજરાતથી ચીનમાં MBBSનો અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓને પણ હાલાકી પડી રહી છે. વડોદરાની વિદ્યાર્થિની કોરોના વાયરસના કહેરમાં ચીન માં ફસાઈ છે.

શ્રેયા જયમાન નામની વિદ્યાર્થીની ચીનના વુહાન શહેરમાં ફસાઈ છે. શ્રેયા સાથે ગુજરાતના 20 વિદ્યાર્થીઓ પણ ફસાયા હોવાની માહિતી મળી રહી છે. આ વિદ્યાર્થીઓ હુબેઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થીઓને ખાવા-પીવાની પણ સમસ્યા ઉભી થઈ છે. શ્રેયાના પિતાએ ભારત સરકાર પાસે આ મામલે મદદ માગી છે.

શ્રેયાના પિતાએ મુખ્યમંત્રી રૂપાણી અને વિદેશ મંત્રી પાસે આ મુદ્દે મદદ માંગી છે. તો ગૃહમંત્રી અને સાંસદ રંજનબેન ભટ્ટને રજૂઆત કરી દીકરીને વતન પરત લાવવાની માગ કરી છે. ટ્વિટ કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિદેશમંત્રી, ગૃહમંત્રી અને પીએમઓ ઓફિસ પાસે પણ મદદ માંગવામાં આવી છે.

મહત્વનું છે કે કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે ચીને વુહાન સહિત કુલ પાંચ શહેરોને સીલ કરી દીધા છે. જેના કારણે વુહાન શહેરથી બહાર નીકળવું હાલ શક્ય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.