ન્યૂઝીલેન્ડ ટૂર પર ગયેલી ભારતીય ટીમ ટી-20 શ્રેણીની પ્રથમ 2 મેચ જીત્યા બાદ સેડન પાર્ક ખાતે રમાયેલી ત્રીજી મેચ માટે હેમિલ્ટન પહોંચી ગઈ છે. ભારતે 5 મેચની ટી-20 સીરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે, જેને તેઓ બુધવારે હેમિલ્ટનનાં મેદાન પર 3-0થી અણનમ લીડમાં બદલવા માંગશે, જ્યારે ન્યૂઝીલેન્ડ શ્રેણી જીતવા માટે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે.
આવી સ્થિતિમાં ફેન એક જબરદસ્ત મુકાબલો જોવાની અપેક્ષા રાખશે. શ્રેણીની પહેલી મેચમાં જ્યાં બંને ટીમોએ 200 થી વધુનો સ્કોર કર્યો હતો, જ્યારે બીજી મેચમાં ધીમી પીચ હોવાને કારણે રનનો વરસાદ થયો ન હતો. જો કે, સેડન પાર્કનાં મેદાન પર, ફેન રન ઉપરાંત મોસમી વરસાદને પણ જોઇ શકે તેવી પૂરી સંભાવનાઓ છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, હેમિલ્ટનનાં ચાહકોને થોડી નિરાશ થવાની સંભાવના છે, કારણ કે મોસમી વરસાદને કારણે મેચનો રંગ ફીકો પડી શકે છે. એક્યુ વેધરનાં અહેવાલ મુજબ બુધવારે આ મેચમાં વરસાદ દખલ કરે તેવી પૂરી સેંભાવના છે.
જોકે હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ વરસાદ દિવસ દરમિયાન રહેશે અને સાંજે વાદળછાયું વાતાવરણ રહેશે. મેચ અહી સાંજે રમાવાની છે. ઉલ્લેખનીય છે કે, જો દિવસ દરમિયાન વરસાદ પડે તો મેચનું પરિણામ સેડન પાર્કનાં ગ્રાઉન્ડ સ્ટાફ અને ડ્રેનેજ સિસ્ટમ પર આધારીત રહેશે. જો વરસાદ પડે છે, તો ગ્રાઉન્ડમેનને જોવાનું રહેશે કે તેના બંધ થયા પછી કેટલા સમય બાદ અને કેટલી જલ્દી ગ્રાઉન્ડ રમવા માટે તૈયાર કરી શકે છે. વરસાદ પછી મેદાનની ભીની આઉટફીલ્ડ બંને ટીમો માટે ચિંતાનું કારણ બની શકે છે.
કીવી ટીમે સેડન પાર્ક ખાતે અત્યાર સુધીમાં 9 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આમાં 5 વખત બેટિંગ કરનારી ટીમે જીત મેળવી છે, જ્યારે 4 વખત રનનો પીછો કરતી ટીમે જીત મેળવી છે. છેલ્લી વખત જ્યારે આ મેદાન પર ભારત અને ન્યૂઝીલેન્ડની ટક્કર થઇ હતી, ત્યારે ભારતે 4 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં કીવી ટીમે 212 રન બનાવ્યા હતા જ્યારે ભારતીય ટીમ પીછો કરતા 208 રન બનાવી શકી હતી. આ ગ્રાઉન્ડ પર 3 વખત 200 અથવા તેથી વધુનો સ્કોર બન્યો છે.
સંભવિત ભારત અને ન્યૂઝીલેન્ડ ઇલેવન
ભારત:
કેએલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, શિવમ દુબે, મનીષ પાંડે, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.
ન્યૂઝીલેન્ડ:
માર્ટિન ગુપ્ટિલ, કોલિન મુનરો, કેન વિલિયમસન (કેપ્ટન), કોલિન ડી ગ્રાન્ડહોમ, રોસ ટેલર, ટિમ સીફેર્ટ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉદી, ઇશ સોઢી, બ્લેયર ટિકનર, હમિશ બેનેટ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
