Not Set/ અંતે માંગ થઇ પૂર્ણ..! સુરત કાર્ગો ટર્મિનલનું ઉદ્ઘાટન, જાણો શું છે આ નવીન ટર્મિનલની ખાસિયતો..?

અંતે માગ થઇ પૂર્ણ…..જી હા ઉદ્યોગ સીટી તરીકે જાણીતા સુરતમાં લાંબા સમયથી કાર્ગો ટર્મિનલ વિકસાવવાની માગ કરવામાં આવી રહી હતી.  જે માગ પૂર્ણ થતા  વેપારીઓમાં ખુશીની લહેર ફરી વળી છે. સુરત એક ઉદ્યોગ સીટી તરિકે જાણીતુ છે,અને સુરતના  ઉદ્યોગો માટે લાંબા સમયથી કાર્ગો ટર્મિનલ વિકસાવવાની માગ કરવામાં આવી હતી. જે માંગ પૂરી થતા  વેપારીઓમા આંનદ […]

Gujarat Surat

અંતે માગ થઇ પૂર્ણ…..જી હા ઉદ્યોગ સીટી તરીકે જાણીતા સુરતમાં લાંબા સમયથી કાર્ગો ટર્મિનલ વિકસાવવાની માગ કરવામાં આવી રહી હતી.  જે માગ પૂર્ણ થતા  વેપારીઓમાં ખુશીની લહેર ફરી વળી છે. સુરત એક ઉદ્યોગ સીટી તરિકે જાણીતુ છે,અને સુરતના  ઉદ્યોગો માટે લાંબા સમયથી કાર્ગો ટર્મિનલ વિકસાવવાની માગ કરવામાં આવી હતી. જે માંગ પૂરી થતા  વેપારીઓમા આંનદ ની લાગણી જોવા મળી હતી..

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારથી જ સુરત એરપોર્ટનાં વિકાસનું સપનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ જોયું હતું. અને તેથી જ તેઓએ વડાપ્રધાન બન્યા બાદ તરત જ એરપોર્ટનાં વિકાસ માટે તજવીજ હાથ ધરી હતી,જે તે સમયના પ્રયત્ન અત્યારે સફળ થયા છે. એરપોર્ટ રન-વે માટે 50 કરોડ અને કાર્ગો માટે 9 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી, જેમાં 14 હજાર સ્ક્વેર ફૂટમાં કાર્ગો ટર્મિનલ તૈયાર કરવામાં આવ્યું છે, કાર્ગો બિલ્ડીંગનો ગ્રાઉન્ડ ફ્લોર 10,800 સ્ક્વેરફૂટનો છે અને પહેલો માળ 3200 સ્ક્વેર ફૂટનો છે, કાર્ગોના ગ્રાઉન્ડ ફ્લોર પર કોલ્ડ સ્ટોરેજ રૂમ, સેન્સિટિવ કાર્ગો, કેરેજ એન્ડ ગુડ્સ અને સ્ટ્રોંગ રૂમ પણ છે, જેમાં 25 ટન માલ-સામન ભરી શકતા વિમાનો અહીં ઉતરી શકશે.

સુરત એરપોર્ટ ખાતે કાર્ગો ટર્મિનલ કાર્યરત ખુલ્લું મૂકવામાં આવ્યુ છે. જેને લઇને શહેરના વેપાર-ઉદ્યોગને મોટી રાહત મળશે, આ કાર્ગો ટર્મિનલ હાલમાં ડોમેસ્ટિક કક્ષાનું રહેશે અને ત્યાંથી ડોમેસ્ટિક કક્ષાના પાર્સલની અવર-જવર રહેશે. આ સુવિધાથી સ્થાનિક ટેક્સ્ટાઇલ, ડાયમંડ સહિતના ઉદ્યોગો તથા ખેતીવાડી ઇન્ડસ્ટ્રીને મોટી રાહત થશે. ડોમેસ્ટિક સ્તરે વિવિધ ગુડ્ઝ મોકલી શકાશે.

નવસારી સાંસદ સી.આર. પાટિલ તેમજ સુરત સાંસદ દર્શના જરદોશના હસ્તે કાર્ગો ટર્મિનલ ખુલ્લું મૂકવામાં આવ્યુ હતું. લાંબા સમયથી એરપોર્ટ પર કાર્ગોની રાહ જોતા મોટા ભાગના વેપારીઓ પણ કાર્ગોના ઉદ્ધાટન માં ઉપસ્થિત રહી ઉદ્ઘાટન સમારોહને સફળ બનાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.