અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે દુબઈથી આવેલા બે પેસેન્જર પાસેથી લાખો રૂપિયાનું સોનું ઝડપી પાડવામાં આવ્યું છે. એરપોર્ટ કસ્ટમ વિભાગે આ બે પેસેન્જર પાસેથી 92 લાખની કિંમતનું 2 કિલો સોનું ઝડપી પાડ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર એક પેસેન્જરે સોનાના બિસ્કીટ પોતાના જેકેટના ખીસ્સામાં સંતાડયા હતા. તો આજ ફલાઇટમાંથી બીજા એક પેસેન્જર પાસેથી પણ ગોલ્ડની ચેન અને કડુ મળી આવ્યું હતું જ્યારે દુબઇથી ઇન્ડિગોની ફલાઇટમાં આવેલા એક પેસેન્જરએ પોતાની બેગની અંદર ગોલ્ડનું પતરું બનાવી તેના પર કવર ચડાવી દીધું હતું.
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એર ઈન્ટેલિજન્સ યુનિટે દુબઈથી અમદાવાદ આવતી સ્પાઇસ જેટ અને ઇન્ડિગોની ફ્લાઈટમાં આવેલાં પેસેન્જરો પાસેથી આ સોનું પકડી પાડી તેની ધરપકડ કરી છે.
આ પેસેન્જરો ઇન્ડિગો અને સ્પાઇસ જેટની ફ્લાઇટમાં અબુધાબી અને દુબઇથી બેસીને અમદાવાદ આવ્યા હતા. આ લોકોએ પોતાની પાસેના ગોલ્ડનું ડિક્લેરેશન નહીં કરીને 2.200 કિલો સોનું ડ્યૂટી ભર્યા વગર બહાર લઇ જવા પ્રયાસ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
