Not Set/ વ્યાજખોર સાવધાન….!! અમદાવાદના પોલીસ કમિશનરનો આદેશ,-હવેથી જો દોઢ ટકાથી વધુ વ્યાજ વસૂલ્યું તો થશે પાસા

છેલ્લા કેટલાય સમયથી લોકોમાં ઘેલછા એ માઝા મૂકી છે. અને પરિણામ  વ્યાજે રૂપિયા લાવી મોજ શોખ પુરા કરવાના અને પછી વ્યાજ કે નાણા પરત ના ભરી શકતા વ્યાજખોરોના ત્રાસથી સ્યુસાઇડ …. આ પ્રકારના ગુનાને રોકવા માટે હવે  પોલીસ સખ્ત બની છે. પોલીસ કમિશનરની સુચનાથી હવે આવા વ્યાજ ખોરો વિરુદ્ધ કરદ કાર્યવાહી કરવામાં આવશે. હવેથી વ્યાજખોર […]

Ahmedabad Gujarat

છેલ્લા કેટલાય સમયથી લોકોમાં ઘેલછા એ માઝા મૂકી છે. અને પરિણામ  વ્યાજે રૂપિયા લાવી મોજ શોખ પુરા કરવાના અને પછી વ્યાજ કે નાણા પરત ના ભરી શકતા વ્યાજખોરોના ત્રાસથી સ્યુસાઇડ …. આ પ્રકારના ગુનાને રોકવા માટે હવે  પોલીસ સખ્ત બની છે. પોલીસ કમિશનરની સુચનાથી હવે આવા વ્યાજ ખોરો વિરુદ્ધ કરદ કાર્યવાહી કરવામાં આવશે.

હવેથી વ્યાજખોર કે ફાઈનાન્સર  લાઇસન્સ વગર વ્યાજે નાણા ધીરી શકાશે નહીં, જ્યારે લાઇસન્સ ધારક પણ વાર્ષિક 18 ટકા કરતા વધારે વ્યાજ વસૂલી શકશે નહીં. આ નિયમનો ભંગ કરનાર સામે પોલીસ ફરિયાદથી માંડી પાસા સુધીના પગલા ભરવામાં આવશે.  જે ગુના હેઠળ વ્યાજખોરને બે વર્ષની સજા અને 25 હજારનો દંડ ઉપરાંત તેમની મિલકત પણ જપ્ત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે માર્ચથી ડિસેમ્બર મહિના સુધીમાં વ્યાજખોરો સામે 26 ગુના નોંધાયા છે, જ્યારે જાન્યુઆરીમાં વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાના પ્રયાસના 3 કિસ્સા બન્યા છે. બળજબરીથી લખાણ લખાવી લેનારને પણ 25 હજારનો દંડ થશે.

વધુમાં તેમને જણાવ્યું હતું કે, નાણાં ધીરધારનો ધંધો કરનારે લાઇસન્સ લેવું પડશે. તેમ છતાં જો કોઇ વ્યક્તિ લાઈસન્સ વગર આ ધંધો કરશે તો તેને 2 વર્ષની સજા અને 25 હજારનો દંડ થશે.

નાણાં ધીરનાર કોઇ પણ વ્યક્તિ પૈસાની ઉઘરાણી માટે કોઇના ઘરે જઇ નહીં શકે તેમજ ધાક ધમકી પણ આપી શકશે નહિ. તેમજ બળજબરીથી કોઇ લખાણ લખાવી કે પૈસા કઢાવી શકશે નહીં, તેમ કરશે તો તે વ્યાજખોરને વધુ 2 વર્ષની સજા અને રૂ.25 હજારનો દંડ થશે. વ્યાજખોર કોર્ટમાંથી આગોતરા જામીન લે તે પહેલા જરા પણ વિલંબ કર્યાં વગર તેની ધરપકડ કરી લેવી. તેમ છતાં જો આરોપી ભાગી જાય તો ડીસીપીએ ખાસ ટીમો બનાવીને આરોપીને પકડવા તજવીજ શરુ કરવી. જો કોઈ વ્યાજખોરે વ્યાજના પૈસાની મિલકતો વસાવી હોય તો તેવી મિલકતો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવશે. આવી મિલકતો વિશે ઈડી તેમજ સીઆઈડી ક્રાઈમને જાણ કરી મિલકત જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરાશે.

દરેક પોલીસ મથકે પણ તાકીદ કરી છે કે, વ્યાજનો ધંધો કરનાર લાઈસન્સ ધારકની યાદી ફરજિયાત રાખવી. કોઇ પણ વ્યાજખોર વિરુદ્ધ રજૂઆત આવે તો પીઆઈએ તેની સામે તાત્કાલિક ગુનો નોંધીને કાર્યવાહી કરવી. જો કોઇ પીઆઈ યાદી નહીં રાખે તો તેની સામે પણ પગલાં લેવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.