Not Set/ #બજેટ2020/ નાણાંમંત્રીએ રજૂ કર્યો તે ઇકોનોમિક સર્વે શું જણાવે છે, આવો જાણીએ….

બજેટ સત્રનાં પ્રથમ દિવસે ભારતનાં નાણાંમંંત્રી નિર્મલા સિતારમણએ સંસદમાં ઇકોનોમિક સર્વે 2020નાં અંશો રજૂ કર્યા હતા. વર્ષ 2019-20નો ઇકોનોમિક સર્વે એટલે કે આર્થિક સર્વેક્ષણ સંસદમાં રજૂ કરી દેવામાં આવ્યો છે. આ સર્વે રિપોર્ટમાં અર્થવ્યવસ્થાને લઇને ઘણા મહત્વના આંકડાઓ રજૂ કરાયા છે . નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં નરેન્દ્ર મોદી સરકાર 2.0નો આ બીજો આર્થિક સર્વે રજૂ […]

Top Stories India

બજેટ સત્રનાં પ્રથમ દિવસે ભારતનાં નાણાંમંંત્રી નિર્મલા સિતારમણએ સંસદમાં ઇકોનોમિક સર્વે 2020નાં અંશો રજૂ કર્યા હતા. વર્ષ 2019-20નો ઇકોનોમિક સર્વે એટલે કે આર્થિક સર્વેક્ષણ સંસદમાં રજૂ કરી દેવામાં આવ્યો છે. આ સર્વે રિપોર્ટમાં અર્થવ્યવસ્થાને લઇને ઘણા મહત્વના આંકડાઓ રજૂ કરાયા છે .

નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં નરેન્દ્ર મોદી સરકાર 2.0નો આ બીજો આર્થિક સર્વે રજૂ કર્યો છે. આ સાથે જ અર્થવ્યવસ્થાની ડામાડોળ સ્થિતિ વચ્ચે બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. આર્થિક સર્વેમાં નાણા મંત્રીએ નાણાકીય વર્ષ 2020-21 માટે દેશનો જીડીપી ગ્રોથ 6 ટકા થી 6.5 ટકા રહેવાનું અનુમાન રજૂ કર્યું છે. નોંધનીય છે કે, હાલ 2019-20ના વર્ષ માટે દેશના જીડીપીનું અનુમાન 5 ટકા છે. ગત નાણાકીય વર્ષ દરમિયાન જીડીપી 6.8 ટકા રહ્યો હતો.

FY 2020-2025 વચ્ચે સરકાર ઇન્ફ્રા સેક્ટરમાં 102 લાખ કરોડનું રોકાણ કરશે.સર્વે રિપોર્ટમાં સલાહ આપવામાં આવી છે કે, આગામી ત્રણ વર્ષોમાં ઇન્ફ્રરા સ્ટ્રક્ચર 1.4 ટ્રિલિયન ડૉલર એટલે કે, 100 લાખ કરોડના રોકાણની જરૂર છે જેથી ઇકોનોમિનાં ગ્રોથમાં તે અડચણ ના બને. રિપોર્ટ અનુસાર ભારતની વિશાળ અર્થવ્યવસ્થાની ગ્રોથ માટે એક કુશળ બેંકિંગ ક્ષેત્રની આવશ્યક્તા છે. આર્થિક સર્વે રિપોર્ટ અનુસાર ભારતને 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનાવવા માટે વેપાર અનુકૂળ નીતિનો પોત્સાહન આપવું મહત્વનું છે.

ઔદ્યોગિક ક્ષેત્રનું પ્રદર્શન વર્ષ 2017-18ની તુલનામાં 2018-19માં સુધારો આવ્યો છે. જોકે, રાષ્ટ્રીય આંકડાકીય કચેરી દ્વારા અનુમાનિત ઘરેલૂ ઉત્પાદન વર્ષ 2018-19ની પ્રથમ છ મહિનામાં 8.2 ટકાની તુલનામાં વર્ષ 2019-20ના પ્રથમ છ મહિનામાં ઔદ્યોગિક ક્ષેત્રનું સફળ મૂલ્યવર્ધન 1.6 ટકા વધુ નોંધવામાં આવ્યું છે. વર્ષ 2018-19 દરમિયાન ભારતીય રેલવે 840 કરોડ યાત્રીઓના કારણે દુનિયાનું સૌથી મટું યાત્રી વાહક પણ બન્યું.

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે મેક ઈન્ડિયા અભિયાનમાં ‘એસેમ્બલિંગ ઈન ઈન્ડિયા ફોર વર્લ્ડ’માં સામેલ રોજગાર અને એક્સપોર્ટ પર ધ્યાન આપવાથી 2025 સુધી સારી સેલેરી વાળી 4 કરોડ અને 2030 સુધી 8 કરોડ નોકરીઓ આપી શકાય.તેનાથી 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમિના લક્ષ્ય તરફ વધવાનું સરળ થશે. આપને જણાવી દઇએ કે મુખ્ય આર્થિક સલાહકારે ચીન અને ભારતના એક્સપોર્ટના આંકડાઓમાં ફરક બતાવતા કહ્યું કે ચીન કામગારોને પ્રોત્સાહન આપવા બાબતે વિશેષ ભાર આપે છે. ત્યારે ભારતે પણ આ વાતનો અમલ કરવાની જરૂર હોવાનું સર્વેમાં કહેવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.