રાજધાની દિલ્હીમાં ફરી એકવાર જામિયા વિસ્તારમાં ફાયરિંગનાં સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જામિયા મીલીયા ઇસ્લામીયા યુનિવર્સિટીનાં ગેટ નંબર પાંચ ઉપર એક વ્યક્તિ દ્વારા ફાયરિંગ કર્યાનાં સમાચાર પ્રકાશમાં આવ્યા છે. વળી, ફાયરિંગની ઘટના બાદ લોકોનો ગુસ્સો ફરી રસ્તાઓ પર જોવા મળ્યો હતો, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોએ વિરોધ શરૂ કરી દીધો છે. જણાવી દઇએ કે દિલ્હીમાં એક અઠવાડિયામાં જ ફાયરિંગની આ બીજી ઘટના બની છે, જેનાથી માહોલ હવે ગંભીર બન્યો છે.
#WATCH Delhi: People gather in protest outside Jamia Millia Islamia University following an incident of firing at gate no.5 of the university. 2 scooty-borne unidentified people had fired bullets at the spot. SHO (Station house officer) is present at the spot. Investigation is on pic.twitter.com/EKlxQPBVum
— ANI (@ANI) February 2, 2020
જામિયાનાં વિદ્યાર્થીઓ નાગરિકતા સુધારો અધિનિયમ અંગે સતત વિરોધ કરી રહ્યા છે. પ્રદર્શન ઘણીવાર હિંસક સ્વરૂપ ધારણ કરી ચૂક્યુ છે. ત્યારે રવિવારે મોડી સાંજે બે સ્કૂટી સવારોએ અહી ફાયરિંગ કર્યું હતું. જેમની સ્કૂટીનો નંબર 1534 છે. જામિયાની આસપાસનાં લોકો હવે ધીમે ધીમે એકત્રીત થવાના શરૂ થઈ ગયા છે. જામિયા મીલીયા ઇસ્લામીયા યુનિવર્સિટીનાં ગેટ નંબર 5 નજીક ફાયરિંગની ઘટના સામે આવી છે.
Jamia Coordination Committee: Firing has been done at gate number 5 of Jamia Millia Islamia by two unidentified persons. No injury as of now. https://t.co/Aza0tLtCyx
— ANI (@ANI) February 2, 2020
નોંધપાત્ર વાત એ છે કે, થોડા દિવસો પહેલા જામિયા વિસ્તારમાં એક યુવક પિસ્તોલ લહેરાવતો જોવા મળ્યો હતો. તેણે દિલ્હી પોલીસની હાજરીમાં ફાયરિંગ કર્યું હતુ, જેમાં એક જામિયાનો વિદ્યાર્થી ઘાયલ થયો હતો. આ પછી, શાહીન બાગમાં એક યુવક દ્વારા ફાયરિંગનાં મામલા બાદ દિલ્હીની સુરક્ષા પર સવાલો ઉભા થયા હતા. દરમિયાન રવિવારે રાત્રે જામિયા યુનિવર્સિટી નજીક ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જામિયા મીલીયા ઇસ્લામીયા યુનિવર્સિટીનાં ગેટ નંબર પાંચ પર બે સ્કૂટી સવાર યુવકો પર ફાયરિંગ કરવાનો આરોપ છે.
Delhi: Crowd gathers outside Jamia Millia Islamia University. An incident of firing near gate number 5 of the university, by two scootey-borne unidentified people, was reported earlier tonight. No injuries were reported in the incident. pic.twitter.com/sQGuTlZfuw
— ANI (@ANI) February 2, 2020
જામિયા કોર્ડિનેશન કમિટીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે જામિયા મીલીયા ઇસ્લામીયા યુનિવર્સિટીનાં ગેટ નંબર 5 પર બે અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં કોઈને ઈજા થઈ નથી, પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી છે. પોલીસનાં જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આરોપી યુવકોની શોધખોળ કરવામાં આવી રહી છે. ફાયરિંગ થયા બાદ જામિયા વિસ્તારનાં લોકોમાં ભયનું વાતાવરણ અને સાથે ઘણા લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
