દિલ્હીની ચૂંટણીમાં હજી થોડા જ દિવસો બાકી છે. ભાજપે કેજરીવાલ પરના પ્રહારો વધુ આક્રમક બનાવ્યા છે. એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સભાને સંબોધન કરશે. બીજી તરફ, દિલ્હી ભાજપ પ્રમુખ મનોજ તિવારીએ પૂર્વાંચલનો દાવ લગાવ્યો છે. મનોજ તિવારીએ સોમવારે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.
મનોજ તિવારીએ કહ્યું કે, દિલ્હીના મુખ્ય પ્રધાન, અન્ય રાજ્યોના લોકોને અવગણીને કહે છે કે બિહારના લોકો રૂ.500ની ટિકિટમાં દિલ્હી આવે છે અને મફતમાં 5 લાખની સારવાર કરાવે છે.
તેમણે કહ્યું કે, પૂર્વાંચલની જનતા દેશના દરેક ખૂણામાં વસે છે અને વિકાસમાં ફાળો આપે છે અને દેશની રાજધાનીમાં પૂર્વાંચલ નિવાસીઓની હાલત ખરાબ છે.
केजरीवाल ने बस सेवा के लिए अनुमति नहीं दी, पूर्वांचलियों के लिए आपके मन में इतना जहर क्यों?: श्री @NitishKumar pic.twitter.com/49BH4ONop4
— BJP Delhi (@BJP4Delhi) February 3, 2020
મનોજે કહ્યું કે લોકોને આયુષ્માન યોજનાનો લાભ દિલ્હીમાં નથી મળતો, કેમ કે કેજરીવાલે અહીં યોજના બંધ કરી દીધી છે અને ગરીબોની ઉપેક્ષા કરી છે. તેમણે કહ્યું કે કેજરીવાલ સરકાર દ્વારા કેન્દ્ર સરકારની કોઈ યોજનાને કાર્યરત નથી. અને ઉપરથી દાવા કરે છે કે, કેન્દ્ર સરકાર તેમને કામ કરવાની મંજૂરી આપતી નથી.
નીતીશ કુમારનો વીડિયો ટ્વિટ કરતી વખતે બીજેપીએ લખ્યું કે કેજરીવાલે બસ સેવા માટે પરવાનગી આપી નથી, તો તમારા મગજમાં પૂર્વાંચલિઓ માટે આટલું ઝેર કેમ છે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
