દિલ્હી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લેતા રાજકીય ભાષણબાજી તીવ્ર બનવા લાગી છે. ત્યારે સોમવારે યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. તેમણે વિકાસપુરીની એક રેલીમાં કહ્યું હતું કે, પાકિસ્તાનનાં પ્રધાનને ખબર છે કે માત્ર અરવિંદ કેજરીવાલ જ શાહીન બાગમાં વિરોધીઓને બિરયાની ખવડાવી શકે છે. આપને જણાવી દઈએ કે, યોગી આદિત્યનાથે દિલ્હી ચૂંટણી અંતર્ગત પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. છેલ્લા કેટલાક દિવસોમાં યોગી આદિત્યનાથે દિલ્હીનાં જુદા જુદા વિસ્તારોમાં અડધો ડઝનથી વધુ રેલીઓ કરી છે.
Uttar Pradesh CM Yogi Adityanath in Delhi's Vikaspuri: Why a Pakistani minister is making statements in support of Arvind Kejriwal? Because he knows that only Kejriwal can feed biryani to protesters in Shaheen Bagh. #DelhiElections pic.twitter.com/AOVrQhHvfG
— ANI (@ANI) February 3, 2020
મહત્વનું છે કે, થોડા દિવસો પહેલા એક રેલીને સંબોધન કરતી વખતે સીએમ યોગી આદિત્યનાથે દિલ્હીનાં મુખ્યમંત્રી પર નિશાન સાધ્યું હતું. તે દરમિયાન તેમણે કહ્યું હતું કે, આજે શાહીન બાગમાં નાગરિકત્વ કાયદાનાં વિરોધ પર બેઠેલા લોકોને કેજરીવાલ બિરયાની પહોંચાડી રહ્યા છે. તેમણે કહ્યું કે, કેજરીવાલ દિલ્હીવાસીઓને શુધ્ધ પાણી પણ આપી શક્યા નથી. એક સર્વે અનુસાર દિલ્હી સરકાર અહીંનાં લોકોને ઝેરી પાણી આપી રહી છે. પરંતુ તે જ સરકાર શાહીન બાગમાં પ્રદર્શન કરનારા લોકોને બિરયાની પહોંચાડી રહી છે. આપને જણાવી દઈએ કે, યોગી આદિત્યનાથે શનિવારે દિલ્હીમાં ચાર સ્થળોએ રેલી કાઠી હતી. યોગી આદિત્યનાથે વધુમાં કહ્યું કે, પીએમ મોદી દેશનાં વડા પ્રધાન બન્યા ત્યારથી અમે દરેક આતંકવાદીની ઓળખ કરી છે અને તેને બિરયાની ખવડાવવાને બદલે ગોળી મારી દીધી છે.
આપને જણાવી દઈએ કે, યુપીનાં મુખ્ય પ્રધાન અને ભાજપનાં સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથે શનિવારે દિલ્હીનાં નરેલામાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, દિલ્હીમાં એવી સરકારની રચના થવી જોઈએ જે અહીંનાં વિકાસ સાથે રાષ્ટ્રનાં આત્મગૌરવ વધારી શકે. મોદીજીનાં નેતૃત્વમાં બીજેપી કાર્યકર દિલ્હીને આગળ વધારશે. આખી દુનિયાની નજર તે લોકો પર છે જેઓ પાંચ વર્ષ પહેલાં આંદોલન દ્વારા આવ્યા હતા. આવ્યા પછી, તેમણે દિલ્હીની પાયાની સુવિધાઓને નકારી છે. અહીં દિલ્હીનાં વિકાસ માટે નાણાં ખર્ચવામાં આવતા નથી, દેશ વિરુદ્ધ કાવતરાં કરવામાં આવતા દેખાવોમાં નાણાં ખર્ચવામાં આવે છે કેજરીવાલ જેવા નમૂનાઓએ દિલ્હીની દશા બગાડી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
