નાગરિકત્વ કાયદાને લઈને શાહીન બાગમાં સતત વિરોધ ચાલી રહ્યો છે. તાજેતરમાં કપિલ ગુર્જર નામના યુવકે વિરોધ કરનારા પર તે વિસ્તારમાં ફાયરિંગ કર્યું હતું. ફાયરીંગ કરી એક વિદ્યાર્થીને ઝખમી કરનાર કપિલ વિશે સૂત્રોના હવાલેથી જણવામાં આવી રહ્યું છે કે કપિલના મોબાઈલમાંથી કેટલીક તસવીરો મળી આવી છે, જેમાં તે આમ આદમી પાર્ટી (આપ) માં જોડાઇ રહ્યો છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા પૂછપરછ કરતી વખતે કપિલના મોબાઇલ ફોનમાં લેવાયેલી તસવીરોમાં તે રાજ્યસભાના સાંસદ અને આપના બળવાન નેતા સંજય સિંહ સાથે જોવા મળે છે.
Sources: The Crime Branch has found certain pictures on the mobile phone of Kapil Gujjar, who opened fire in Shaheen Bagh area on February 1. In these pictures, Kapil can be seen with AAP leaders such as Atishi and Sanjay Singh. pic.twitter.com/BKXifhTE7K
— ANI (@ANI) February 4, 2020
સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલી ફેબ્રુઆરીએ શાહીન બાગ વિસ્તારમાં ગોળીબાર કરી રહેલા કપિલ ગુર્જર તેના પિતા સહિત અન્ય સભ્યો સાથે આમ આદમી પાર્ટીનાં સભ્ય તરીકે જોડાયો હતો. કાલકાજી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડતા આતિશી માર્લેના સાથે પણ કપિલની તસવીર મળી આવી છે. તેમણે બંને નેતાઓ સમક્ષ ‘આપ’ સદસ્યતા લીધી હતી તેવું ફોટાઓથી પ્રાથમિક દ્રષ્ટીએ સિધ્ધ થાય છે .
#WATCH Rajesh Deo, DCP Crime Branch: In our initial investigation we found some photos from Kapil's phone that establish & he has already disclosed that he & his father joined AAP a year ago. We have taken his 2 days remand. pic.twitter.com/Z78sgdOGPn
— ANI (@ANI) February 4, 2020
ક્રાઈમ બ્રાંચના ડીસીપી રાજેશ દેવે કહ્યું કે પ્રાથમિક તપાસ દરમિયાન અમને કપિલના ફોનમાંથી કેટલાક ફોટા મળ્યા, જે બતાવે છે કે તે એક વર્ષ પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો. તેણે કહ્યું કે કપિલ પોતે પણ તેનો ઉલ્લેખ કરે છે. આપને જણાવી દઇએ કે, સોમવારે કપિલ ગુર્જરને કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
