મહારાષ્ટ્ર/ ઉદ્વવ ઠાકરેએ રાજીનામું આપવા પહોંચ્યા રાજભવન, જાતે કાર ચલાવી આપ્યો આ સંદેશ

ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે સુપ્રીમ કોર્ટે બુધવારે આપેલા આદેશમાં 30 જૂને ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો

Top Stories India

ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. સુપ્રીમ કોર્ટે બુધવારે આપેલા આદેશમાં 30 જૂને ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ તે પહેલા ઉદ્ધવે ફેસબુક લાઈવ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી. સીએમ પદ છોડવાની સાથે તેમણે વિધાન પરિષદનું સભ્યપદ પણ છોડવાની જાહેરાત કરી હતી.

ફેસબુક લાઈવ પર રાજીનામાની જાહેરાત કર્યા બાદ ઉદ્ધવ માતોશ્રીથી રાજભવન પહોંચ્યા હતા. આ દરમિયાન ઉદ્ધવ પોતે કાર ચલાવી રહ્યા હતા. ઉદ્ધવ સાથે આદિત્ય ઠાકરે પણ કારમાં હાજર હતા. ઉદ્ધવના આ પગલા પાછળ રાજકીય અર્થ પણ કાઢવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ પોતે કાર ચલાવીને સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે કે હવે આ કારની સાથે શિવસેનાની કમાન પણ તેમના હાથમાં છે.

નોેધનીય છે કે સુપ્રીમ કોર્ટે 30 જૂને એટલે કે ગઈકાલે ફ્લોર ટેસ્ટને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો હતો. પરંતુ ફ્લોર ટેસ્ટ પહેલા જ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ફ્લોર ટેસ્ટ પહેલા ઉદ્ધવે ફેસબુક લાઈવ કર્યું હતું. ઉદ્ધવે ફેસબુક લાઈવમાં કહ્યું કે ફ્લોર ટેસ્ટ સાથે મારે કોઈ લેવાદેવા નથી. હું સીએમ પદ છોડી રહ્યો છું.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમારી સરકારે લોકો માટે કામ કર્યું છે.  SCએ ફ્લોર ટેસ્ટ માટે કહ્યું છે, મને સંતોષ છે કે અમે સત્તાવાર રીતે ઔરંગાબાદનું નામ સંભાજી નગર અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ રાખી શક્યા.