Not Set/ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટનાં ગઠન માટે સૂચી જાહેર, PM મોદીએ લોકસભામાં કરી જાહેરાત

ભારત સરકારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર’ ટ્રસ્ટની સ્થાપના સંબંધિત ઓફિસીયલ ગેઝેટમાં સૂચના જાહોર કરી છે. જણાવી દઇએ કે અયોધ્યા કેસ અંગે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સંસદમાં પીએમ મોદીએ આજે ​​અયોધ્યામાં રામ મંદિર બનાવનારા ટ્રસ્ટની જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક પછી, પીએમ મોદીએ લોકસભામાં કહ્યું કે, રામ મંદિર […]

Top Stories India

ભારત સરકારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર’ ટ્રસ્ટની સ્થાપના સંબંધિત ઓફિસીયલ ગેઝેટમાં સૂચના જાહોર કરી છે. જણાવી દઇએ કે અયોધ્યા કેસ અંગે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સંસદમાં પીએમ મોદીએ આજે ​​અયોધ્યામાં રામ મંદિર બનાવનારા ટ્રસ્ટની જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક પછી, પીએમ મોદીએ લોકસભામાં કહ્યું કે, રામ મંદિર બનાવનારા ટ્રસ્ટનું નામ શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટ હશે. તે મંદિરના નિર્માણ માટે સંપૂર્ણપણે મુક્ત રહેશે. વળી, પીએમ મોદીએ કહ્યું કે રાજ્ય સરકારે સુન્ની વકફ બોર્ડને આપવા માટેની પાંચ એકર જમીનને પણ મંજૂરી આપી દીધી છે. 

બુધવારે સંસદ સત્રના પાંચમા દિવસે પીએમ મોદીએ કહ્યું હતું કે ‘આજે હું એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા પર માહિતી આપવા જઇ રહ્યો છું. લાખો દેશવાસીઓની જેમ આ વિષય પણ મારા હૃદયની નજીક છે. આ વિષય શ્રી રામ જન્મભૂમિથી સંબંધિત છે. આ જાહેરાત અયોધ્યામાં શ્રી રામના જન્મસ્થળ પર ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ સાથે સંબંધિત છે. 

પીએમ મોદીએ ગૃહમાં કહ્યું કે, ‘9 નવેમ્બર 2019 ના રોજ હું કરતાપુર સાહિબ કોરિડોરના ઉદઘાટન માટે પંજાબમાં હતો. તે દિવસે, દિવ્ય વાતાવરણમાં, મને રામ જન્મભૂમિ અંગે દેશની સુપ્રીમ કોર્ટના નિર્ણય વિશે જાણ થઈ હતી. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે તેના ઉપર રામલાલાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સુન્ની વકફ બોર્ડને એક બીજાની સલાહ સાથે પાંચ એકર જમીન ફાળવી જોઈએ. 

તેમણે વધુમાં કહ્યું કે આજે મને એ જણાવતાં આનંદ થાય છે કે આજે સવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. અદાલતના આદેશ મુજબ, મારી સરકારે શ્રી રામના જન્મસ્થળ પર ભગવાન રામના મંદિરના નિર્માણ માટે એક ભવ્ય યોજના તૈયાર કરી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ભગવાન રામના મંદિર ટ્રસ્ટનું નામ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર હશે. આ ટ્રસ્ટ મંદિર નિર્માણ અંગેના નિર્ણયો લેવા માટે સંપૂર્ણ સ્વતંત્ર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.