ઉત્તર પ્રદેશ કેબિનેટમાં જોડાયેલા તમામ નવા સભ્યોને તેમના ખાતા આપવામાં આવ્યા છે. જિતિન પ્રસાદને ટેકનિકલ શિક્ષણ વિભાગ આપવામાં આવ્યો છે. રાજ્યમંત્રી પલ્તુ રામને સૈનિક કલ્યાણ, હોમગાર્ડ, પ્રાંત રક્ષક અને નાગરિક સંરક્ષણ વિભાગ, રાજ્યમંત્રી ડો.સંગીતા બળવંતને સહકાર વિભાગ અને ધર્મવીર પ્રજાપતિને ઔદ્યોગિકની જવાબદારી સોંપવામાં આવી છે.
રાજ્ય મંત્રી છત્રપાલ સિંહ ગંગવારને મહેસૂલ વિભાગ મળ્યો છે, રાજ્યમંત્રી સંજીવ કુમારને સમાજ કલ્યાણ, અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણ વિભાગ મળ્યો છે, રાજ્યમંત્રી દિનેશ ખાટીકને જળ શક્તિ અને પૂર નિયંત્રણની જવાબદારી મળી છે. પોર્ટફોલિયોના વિભાજન બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંત્રીમંડળના તમામ નવા સભ્યોને અભિનંદન આપ્યા હતા.
उत्तर प्रदेश मंत्रिमंडल में कल शामिल हुए सभी नए सदस्यों को आज विभागों का दायित्व प्राप्त हो गया है।
मुझे विश्वास है कि आप सभी के कुशल, अनुभवी एवं कर्मठ नेतृत्व में संबंधित विभाग विकास की नई ऊंचाइयों को स्पर्श करेंगे।
आप सभी के उज्ज्वल कार्यकाल हेतु अनंत शुभकामनाएं।
— Yogi Adityanath (@myogiadityanath) September 27, 2021
સીએમ યોગીએ ટ્વિટ કરીને કહ્યું- “ઉત્તર પ્રદેશ કેબિનેટમાં ગઈકાલે જોડાયેલા તમામ નવા સભ્યોને આજે વિભાગોની જવાબદારી મળી છે. મને ખાતરી છે કે તમારા બધાના સક્ષમ, અનુભવી અને મહેનતુ નેતૃત્વ હેઠળ સંબંધિત વિભાગ વિકાસની નવી ઉચાઈઓને સ્પર્શશે. આપ સૌ માટે ઉજ્જવળ કાર્યકાળ માટે શુભકામનાઓ.
ઉલ્લેખનીય છે કે યોગી સરકારનું મંત્રીમંડળ વિસ્તરણ રવિવારે લખનઉના રાજભવનમાં થયું હતું. આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા યોજાયેલા કેબિનેટ વિસ્તરણમાં મંત્રીઓ તરીકે સાત ચહેરાઓએ શપથ લીધા હતા.
