અમરેલી જિલ્લાના બગસરા પંથક વન્યપ્રાણીઓને વધુ માફક આવ્યો હોય તેમ દીપડાના આંતક બાદ હવે સિંહનો આંતક સામે આવ્યો છે. બગસરાના ખારી ગામના સીમાડામાં માલધારીના જોંકમાં ચાર સિંહો ખાબકતા 80 ઘેટા બકરાને મોતને ઘાટ ઉતારતા માલધારીની આજીવિકા છીનવાઈ ગઈ છે.
બગસરા પંથકને દોઢ બે મહિના અગાઉ દીપડાના કહેરથી બગસરા પંથક થરથર ધ્રુજી ગયો હતો, ને આજે સિંહોનો આંતક બગસરાના ખારી પંથકમાં સામે આવ્યો છે. ખારી ગામના સીમાડે રહેતા કનાભાઈ ભરવાડના જોંકમાં મોડી રાત્રે ચાર સિંહો ત્રાટકયા હતા, અને સિંહોએ એક બે નહિ પણ 80 ઘેટા બકરાઓને નિશાન બનાવતા ઘેટા બકરાઓના મોત નિપજ્યા હતા.
એકી સાથે 80 ઘેટા બકરાને સિંહોએ મારી નાખતા માલધારી કનાભાઈ ભરવાડની આજીવિકાનું એક માત્ર સાધન ઘેટા બકરાને સિંહોએ મારણ કરતા માલધારી નોંધારો થઈ ગયો હતો
મોડી રાત્રે ચાર સિંહોએ 80 ઘેટા બકરા સાથે માલધારીની જોંકમાં 30 થી 35 ઘેટા બકરાઓને ઘાયલ કર્યા હતા એકી સાથે આટલા બધા મારણ સિંહોએ કર્યાની ઘટનાથી માલધારી ભાંગી પડ્યો તો શીકારની શોધમાં બગસરા પંથકમાં દીપડા બાદ સિંહોનો આંતક સામે આવતા ગામના સરપંચ દ્વારા માલધારીને સહાય કરવા સરકાર સમક્ષ માંગ કરી હતી.
આગાઉ 2015 ની જળ હોનારત વખતે પણ આ કાનાભાઈ ભરવાડના 100 ઘેટા બકરા પાણીના જળપ્રલયમાં તણાઈ ગયા હતા. છતાં આજદિન સુધી સરકાર દ્વારા આ કાનાભાઈ ભરવાડને સહાય મળી નથી. ત્યારે હાલ ઘેટા બકરા પર આજીવિકાનું ગુજરાન ચલાવતા માલધારીની મુલાકાતે ધારી બગસરા પંથકના ધારાસભ્ય જે વી.કાકડીયા પહોંચ્યા હતા. ને માલધારીને આશ્વાસન આપીને મુખ્યમંત્રી સુધી માલધારીને સહાય આપવાની વાત કરી હતી.
ત્યારે સિંહો દ્વારા માલધારીના 80 ઘેટા બકરાઓને મોતને ઘાટ ઉતાર્યા તે દરમ્યાન વનઅધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહીઓ કરીને આ માલધારીને બે લાખ ઉપરની રકમનું વળતર ચુકવવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
