Not Set/ જયેશભાઇ જોરદારનું શૂટિંગ થયું પૂર્ણ, રણવીર સિંહ અપના ટાઇમ આયેગાને આપ્યો ગુજરાતી ટ્વિસ્ટ

રણવીર સિંહે તેની આગામી ફિલ્મ જયેશભાઇ જોરદારનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મનું નિર્માણ મનીષ શર્માએ કર્યું છે. રણવીરે મનીષ સાથે ‘બેન્ડ બાજા બારાત’માં કામ કર્યું છે. મનીષે દિગ્દર્શકની શરૂઆત બેન્ડ બાજા બારાતથી કરી હતી. રણવીરે ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને ફિલ્મના શૂટિંગ વિશે માહિતી આપી હતી. આ સાથે રણવીરે ગલી બોયના […]

Uncategorized

રણવીર સિંહે તેની આગામી ફિલ્મ જયેશભાઇ જોરદારનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મનું નિર્માણ મનીષ શર્માએ કર્યું છે. રણવીરે મનીષ સાથે ‘બેન્ડ બાજા બારાત’માં કામ કર્યું છે. મનીષે દિગ્દર્શકની શરૂઆત બેન્ડ બાજા બારાતથી કરી હતી. રણવીરે ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને ફિલ્મના શૂટિંગ વિશે માહિતી આપી હતી. આ સાથે રણવીરે ગલી બોયના ગીત અપના ટાઇમ આયેગાને ગુજરાતી ટચ આપ્યો છે.

રણવીરે પ્રોડ્યુસર મનીષ શર્મા અને દિગ્દર્શક દિવ્યાંગ ઠક્કર સાથે એક ફોટો શેર કર્યો છે અને લખ્યું છે – જયેશભાઈ જોમદારનું શૂટિંગ પૂરું થયું. મનિષ સર બેન્ડ બાજા બારાતથી જયેશબાઈ જોરદાર સુધીના 10 વર્ષ તમારા માર્ગદર્શન હેઠળ લાજવાબ રહ્યા. દિવ્યાંગ તમે પ્રેમ અને સકારાત્મક ઉર્જાથી ભરેલા છો. મને જયેશ બનાવવા બદલ આભાર. આપણા ટાઈમ આ ગયા ને.

https://www.instagram.com/p/B8QJddeBahN/?utm_source=ig_embed

જયેશભાઇ જોરદાર રણવીર સિંહમાં ગુજરાતી વ્યક્તિની ભૂમિકા નિભાવતા જોવા મળશે. આ ફિલ્મથી સાઉથ અભિનેત્રી શાલિની પાંડે ડેબ્યૂ કરવા જઇ રહી છે. તે તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીમાં જોવા મળી હતી.

https://www.instagram.com/p/B5o4qCdBB_N/?utm_source=ig_embed

શૂટિંગ પૂર્ણ થયા બાદ રણવીર સિંહ પત્ની દીપિકા સાથે હોલીડે  માનવા માટે રવાના થયા છે. દીપિકાએ બંનેના પાસપોર્ટનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

https://www.instagram.com/p/B8PZAfNgVcc/?utm_source=ig_embed

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.