Not Set/ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી..!! લો હવે, દુધના ટેન્કરમાં દારૂનું વહન…

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દારૂ ઘુસાડી બે રોકટોક દારૂનું વેચાણ કરી રહ્યા છે ત્યારે આવા બુટલેગરોને ડામી દેવા પોલીસ પણ એટલી જ આકરા પાણીએ કામગીરી કરી રહી છે. આ પરિસ્થિતિમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દૂધના ટેન્કરમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. દૂધસાગર ડેરીના ટેન્કરમાં છુપાવી લવાતો ૧૫,૭૩,૫૦૦ રૂપિયાની કિંમતનો ૫૮૩૨ બોટલ દારૂ […]

Gujarat Rajkot

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દારૂ ઘુસાડી બે રોકટોક દારૂનું વેચાણ કરી રહ્યા છે ત્યારે આવા બુટલેગરોને ડામી દેવા પોલીસ પણ એટલી જ આકરા પાણીએ કામગીરી કરી રહી છે. આ પરિસ્થિતિમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દૂધના ટેન્કરમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. દૂધસાગર ડેરીના ટેન્કરમાં છુપાવી લવાતો ૧૫,૭૩,૫૦૦ રૂપિયાની કિંમતનો ૫૮૩૨ બોટલ દારૂ કટારીયા ચોકડી પાસેથી ઝડપી લઇ રાજસ્થાનના શખ્સની ધરપકડ કરી મૂળ સુધી પહોંચવા તજવીજ હાથ ધરી છે.

પોલીસ  કાલાવડ રોડ કટારીયા ચોકડીથી વાવડી તરફ જતા રસ્તા ઉપર વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમીવાળું જી જે 18 AU 9366 નંબરનું દૂધસાગર ડેરી લખેલું ટેન્કર પસાર થતા તેને અટકાવી ટેન્કર ચાલકને સકંજામાં લઇ નામઠામ પૂછતાં રાજસ્થાનના જાલોર જિલ્લાના નિવાસ તાલુકાના ભાટીપ ગામનો બુધારામ વરધાંરામ બિસ્નોઈ હોવાનું જણાવ્યું હતું.

ટેન્કર ચેક કરતા તેમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પરંતુ ટેન્કરમાંથી દારૂનો જથ્થો બહાર કેમ કાઢવો તે અંગે પૂછતાં બુધારામનો જવાબ સાંભળી પોલીસ પણ ચોકી ઉઠી હતી, કારણકે દારૂ કાઢવા માટે ટેન્કરની નીચે ચોર દરવાજો બનાવવામાં આવ્યો હતો, તે દરવાજો ચાવીથી ખોલ્યા બાદ દારૂનો જથ્થો બહાર કાઢવામાં આવ્યો હતો.

ગણતરી કરતા 15,73,500 રૂપિયાની કિંમતનો 5832 બોટલ દારૂ મળી આવતા દારૂ, ટેન્કર અને મોબાઈલ સહીત 30,74,000 રૂપિયાનો મુદામાલ કબ્જે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે વાવડી તરફ જતું ટેન્કર ગોંડલ અથવા જૂનાગઢના બુટલેગરોએ મંગાવ્યું હોવાની શંકા સેવાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.