Not Set/ બાંગ્લાદેશી-પાકિસ્તાની ઘૂંસણખોરો વિરુદ્ધ રાજ ઠાકરેની પાર્ટી MNS ની આજે મેગા રેલી

રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ચૂંટણીઓમાં સતત પરાજય બાદ આજે દક્ષિણ મુંબઈમાં મેગા રેલી કરશે. આ રેલી પાકિસ્તાન અને બાંગ્લાદેશનાં ઘુસણખોરો સામે હશે. માનવામાં આવે છે કે આ રેલી દ્વારા મનસે નાં વડા રાજ ઠાકરે ફરી એકવાર હિન્દુત્વની રાજનીતિને આગળ વધારીને તેમના પક્ષને આગળ વધારવાનો પ્રયાસ કરશે. જે રીતે મનસે સતત હાર જોઈ રહી […]

Top Stories India

રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ચૂંટણીઓમાં સતત પરાજય બાદ આજે દક્ષિણ મુંબઈમાં મેગા રેલી કરશે. આ રેલી પાકિસ્તાન અને બાંગ્લાદેશનાં ઘુસણખોરો સામે હશે. માનવામાં આવે છે કે આ રેલી દ્વારા મનસે નાં વડા રાજ ઠાકરે ફરી એકવાર હિન્દુત્વની રાજનીતિને આગળ વધારીને તેમના પક્ષને આગળ વધારવાનો પ્રયાસ કરશે. જે રીતે મનસે સતત હાર જોઈ રહી છે, તે પછી, હિન્દુત્વનાં રાજકારણ દ્વારા રાજ ઠાકરે ફરીથી પાર્ટીને ઉભી કરવાનો પ્રયત્ન કરશે.

રાજ ઠાકરેનાં નેતૃત્વમાં હિન્દુ જીમખાના ક્લબથી શરૂ થનારી આ રેલી પહેલા પદયાત્રા કાઠવામાં આવશે. જે બાદ રાજ ઠાકરે આઝાદ મેદાનમાં એક જાહેર સભાને સંબોધન કરશે. મનસે નાં પ્રવક્તા સંદીપ દેશપાંડેએ જણાવ્યું હતું કે, આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થશે. લોકો બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘુસણખોરોથી કંટાળી ગયા છે, લોકો ઈચ્છે છે કે આ ઘુસણખોરો કોઈપણ કિંમતે દેશ છોડી દે. અમને લોકોનો સારો સહયોગ મળી રહ્યો છે અને આજે યોજાનારી રેલીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થશે.

આપને જણાવી દઈએ કે, હાલમાં જ મનસે એ ઘૂસણખોરો વિરુદ્ધ એક અભિયાન શરૂ કર્યું હતું, આ લોકોને દેશનાં ઘૂસણખોર ગણાવ્યા હતા અને મનસેએ તેમને દેશમાંથી હટાવવાની માંગ કરી હતી. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ રેલી સફળ થશે, પરંતુ તેનો મનસેને ફાયદો થશે નહીં. આ રેલીને ચોક્કસપણે ભાજપ સમર્થન આપશે. રાજકીય વિશ્લેષક હેમંત દેસાઇએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ અને પાકિસ્તાનનાં ઘુસણખોરોનો મુદ્દો રાજ્યમાં મોટો મુદ્દો નથી, તેથી આ મુદ્દે લોકોમાં કોઈ ખાસ ઉત્સાહ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.